હાલોલ GIDCમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય યુવકે સાથી મિત્રની હત્યા કરી ફરાર થઇ ગયો છે. બિહારના વતની અને જીઆઈડીસીમાં નોકરી કરી સાથે રહેતા પરપ્રાંતીય મિત્રે સાથી મિત્રના માથાના ભાગે સળિયાનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યાનું કારણ મિત્રએ સાથી મિત્રના ગજવામાંથી રૂપિયા કાઢી લીધાંની બાબત સામે આવી છે.
આરોપી ભોલા મહંતોએ મરણ જનાર રાજદેવ પ્રસાદના ગજવામાંથી રૂા. 4500 કાઢી લીધાનુ કહી રૂપિયા પાછા આપવા ટકોર કરી હતી. આને લઈ મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે ઉગ્ર બનતા આરોપીએ રાજદેવના લોખંડના સળીયાના ઘાં ઝીંકી દીધા હતા. રાજદેવનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. મિત્રની હત્યા કરી આરોપી ફરાર થયો હતો.મામલાની જાણ હાલોલ પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશ રેફરલના પીએમ રૂમ ખાતે ખસેડી હતી. બાદ પોલીસે ભોલા મહંતો સામે હત્યાનો ગુનો નોંધી ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા ગણતરીના કલાકોમાં આરોપી ભોલા મહંતોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.