તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી,  ફાયર  ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો

હાલોલ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો. - Divya Bhaskar
ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો.
 • ગોડાઉનોમાં બંધ બારણે તંત્રની આંખમાં ધૂળ નાખી હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરવામાં અાવે છે

હાલોલના પાવાગઢ રોડ ઉપર હાલોલ બાયપાસ અને એની આજુબાજુ તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખી રહેણાંક વિસ્તારના પ્લોટમાં ઉભા થયેલા સ્ક્રેપના ગોડાઉનો જોખમી બની રહ્યા છે, પ્લાસ્ટિક હેઝાર્ડવેસ્ટ સહિત લાકડા, પૂંઠાનો ભંગાર એકત્રિત કરી મોટા ડુંગરો ખડકી તેનું એકત્રીકરણ કરતા આવા જ એક ગુજરાત ટ્રેડર્સના નામના ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળતા હાલોલ ફાયર ફાઇટરના બે બંબા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

હાલોલમાં આવા ચાલીસ જેટલા સ્ક્રેપના ગોડાઉનો ઉભા થયેલા છે, આ પૈકી ઘણા ગોડાઉનો રહેણાંક વિસ્તારમાં છે. ઘણાં ગોડાઉનો કોઈ પણ મંજૂરી કે ફાયર સેફ્ટીની એનઓસી ધરાવતા નથી. આવા ગોડાઉનોમાં બંધ બારણે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરાઇ રહ્યો હોવા છતાં વહીવટી તંત્ર કે પોલ્યુશન વિભાગ આવા ગેરકાયદે ગોડાઉનો સામે કોઈજ પગલાં ન ભરાતા કોઈ મોટી દુર્ઘટના, સર્જાવાની વકી નકારી શકાય તેમ નથી.

પાવાગઢ રોડ ઉપર હજીરાથી મધ્યપ્રદેશ લઇ જવાતા ગેસ લાઈનનું સબ સ્ટેશન ઉભું કરાયું છે, આ સબ સ્ટેશન પાસે વાહન પાર્ક કરવા ઉપર પણ પ્રતિબંધ છે ત્યારે આ સબસ્ટેશનની તદ્દન સામે જ એક સ્ક્રેપનું ગોડાઉન ઉભું થઈ ગયું છે. હજીરાનો ગેસ જ્વલંતશીલ હોઈ આ સબ સ્ટેશન જીવતા બોમ્બ સમાન છે ત્યારે તેની આસપાસના સ્કેપ ગોડાઉનોમાં રખતા કેમિકલ યુક્ત સ્ક્રેપને લઇ કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી દુર્ઘટના આકાર લઈ શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો