આગ:હાલોલમાં ભંગારના 3 ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલમાં રહેણાંક વિસ્તારમાં આવેલાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી. - Divya Bhaskar
હાલોલમાં રહેણાંક વિસ્તારમાં આવેલાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી.
  • હાલોલ નગર પાલિકાની ફાયર ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

હાલોલ નગરની બહાર પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ હોટેલ હેરિટેજ પાસે ગતરાત્રીના સુમારે ભંગારના ત્રણ ગોડાઉનમાં એકાએક કોઈ કારણોસર આગ લાગતાં ગોડાઉનની આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ભંગારના ગોડાઉનમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડવા લાગતા આસપાસના વિસ્તારમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બનાવ અંગેની જાણ ફાયર ફાઇટરને કરતા હાલોલ નગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમ અગ્નિશમક વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાની કોશિશમાં જોતરાઈ હતી. જેમાં ફાયર ફાઇટરની ટીમો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો .

જ્યારે ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગવાના બનાવથી આસપાસના વિસ્તારોમાં ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં અવારનવાર આ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગના બનાવોથી નજીકના રહેણાક વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. તેમાં મોટાભાગે આગ લાગવાના બનાવોમાં ભંગારના ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે આગ મોટા પ્રમાણમાં ફેલાતી હોય છે .જેને લઇ ભંગારના ગોડાઉનમાં લાગેલ આગ કોઈ દિવસ બહુ મોટી દુર્ઘટના સર્જાશે તેની ભીતિ સેવાઇ રહી છે.

જ્યારે ગત રાત્રિએ પણ આગ લાગવાની ઘટનામાં ફાયરની ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબૂ તો મેળવી લીધો હતો પણ ત્યાં સુધી ભંગારનો મોટાભાગનો સામાન આગમાં બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. જેનું કારણ સ્થળ પણ કોઈપણ પ્રકારના અગમ ચેતીના ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી આસપાસના રહેણાંક વિસ્તાર માં રહેતા લોકો નો જીવ પડીકે બંધાયેલો રહે છે . જ્યારે આવા ભંગારના ગોડાઉનમાં અવાર નવાર આવા ભીષણ આગ લાગવાના બનાવો બનતા હોવા છતાં વહીવટી તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...