ધરપકડ:શિવરાજપુરમાં ડિગ્રી વિના ખાનગી ક્લિનિક ચલાવતો તબીબ ઝડપાયો

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવરાજપુર ખાતે બોગસ તબીબ ઝડપાયો. - Divya Bhaskar
શિવરાજપુર ખાતે બોગસ તબીબ ઝડપાયો.
  • ડિગ્રી વગર અબૂધ અને ગરીબ પ્રજા માટે બની બેઠેલો તબીબ!
  • એલોપથી દવા અને સાધનો મળી 2.26 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ જીલ્લા એસઓજીની ટીમને ખાનગી બાતમી મળતા પોલીસે શિવરાજપુર ખાતે ચોડા ફળિયામાં રહેતા 59 વર્ષીય તબીબ ગીરીશભાઈ પ્રમોદભાઈ પટેલના ક્લિનિકમાં છાપો મારી ગીરીશભાઈ પાસે તબીબી પ્રેક્ટિસ કરવાના આધારભૂત પુરાવા રૂપ સરકાર માન્ય તબીબી સર્ટિફિકેટ અને ડિગ્રી માંગ્યા હતા. પરંતુ તબીબ પાસે સર્ટીફીકેટ કે ડિગ્રી ન મળતા પોલીસે તેની અટકાયત કરી અને તેના ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ અને તબીબી કામમાં વપરાતા સાધનો મળી ફુલ રૂપિયા 2,26,813નો મુદ્દામાલ જપ્ત કરી પાવાગઢ પોલીસ મથકે સોંપ્યો હતો.

જેમાં આ બોગસ તબીબ ગિરીશ પટેલ સામે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોક્ટર જે.આર.પારગીએ ફરિયાદ નોંધાવતા પાવાગઢ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. શિવરાજપુર ગામમાં છેલ્લા કેટલાય સમયથી વગર ડિગ્રીએ ગ્રામ્યપંથકની અબુધ અને ગરીબ પ્રજા માટે બની બેઠેલો આ તબીબ ઈલાજના નામે ગ્રામ્ય પ્રજાના જીવન સાથે ચેડા કરી ગ્રામ્ય પંથકની પ્રજાના ખિસ્સા ખંખેરી રહ્યો હતો. જેમાં આ બોગસ તબીબ ગિરીશ પટેલ ક્યારે પણ કોલેજનું પગથિયું પણ ન ચઢ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...