દુર્ઘટના:હાલોલમાં મકાનના બાંધકામમાં જર્જરિત દીવાલ પડતાં 3 દબાયા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલમાં મકાનના બાંધકામ દરમ્યાન જર્જરીત દિવાલ પડતાં સેન્ટીંગ નીચે 3 મજુર દબાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. - Divya Bhaskar
હાલોલમાં મકાનના બાંધકામ દરમ્યાન જર્જરીત દિવાલ પડતાં સેન્ટીંગ નીચે 3 મજુર દબાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા.
  • કામ કરતા ત્રણેય ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયાં
  • ​​​​​​.ફાયર ફાઇટરોએ મકાનના કાટમાળમાં દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા

હાલોલ નગરના મંદિર ફળિયા ખાતે એક નવીન મકાનના બાંધકામના સેન્ટીંગની કામગીરી દરમ્યાન બાજુમાં આવેલા મકાનની બીજા મજલાની જૂની જર્જરિત દીવાલ ધરાશયી થઈ સેન્ટીંગ પર પડતા સેન્ટીંગનું કામ કરતા ત્રણ મજુરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે સતત ધમધમતા મંદિર ફળીયા ખાતે ધડાકાભેર મકાનની દીવાલ પડતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટયા હતા. ત્રણેય ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નગરની એક ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

હાલોલ નગરના મંદિર ફળિયા ખાતે એક પ્લોટમાં એક નવીન મકાનના બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેમાં મકાનના પાયા ચણીને પિલ્લરો ઉભા કરી મકાનનું ધાબું ભરવા માટે લોખંડની પ્લેટો લાકડાના ટેકા ઉપર ગોઠવી 6થી 7 જેટલા મજૂરો સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે સોમવારના રોજ સાંજના સુમારે મકાનના સેન્ટીંગની કામગીરી દરમ્યાન સેન્ટીંગની ઉપર અને નીચે મજુરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાજુમાં આવેલા એક મકાનના બીજા મજલાની એક જર્જરિત થયેલી જૂની દિવાલ ધરાશયી થઈ સેન્ટીંગ ઉપર પડતાં સેન્ટીંગનું કામ કરી રહેલા મજુરોમાં બૂમાબૂમ સાથે દોડધામ મચી હતી.

જ્યારે સેન્ટિનનું કામ કરી રહેલા 3 જેટલા મજુરો દિવાલ ધરાશાયી થતાં સેન્ટીંગના લાકડાના ટેકા, લોખંડની પ્લેટો અને દીવાલના કાટમાળ નીચે દબાઈ જવા પામ્યા હતા. જેમાં ત્રણેયને શરીરના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. જ્યારે ધડાકાભેર બાજુના મકાનની દીવાલ સેન્ટીંગ પર પડતા અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગેની જાણ થતાં હાલોલ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમને કરાતા હાલોલ પોલીસની ટીમ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.

જેમાં ફાયરની ટીમેં સેન્ટીંગનું કામ કરી રહેલા ઇજાગ્રસ્ત ત્રણેય મજૂરોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ મજૂરો કલ્પેશ નટવર ચાવડા, રહે. સુલતાનપુરા, તા. કાલોલ, જયંતિ ફતાભાઈ બારીયા અને સંદીપ રમેશ બારીયા બન્ને રહે. કાદવિયા, તા.કાલોલનાઓને હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. બાકીના મજૂરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...