તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન પર જાસૂસીની આશંકા:હાલોલના બાસકા પાસે પગમાં ચાઇનીઝ ભાષામાં લખેલી ચીપ લગાવેલું કબુતર મળ્યું, જાસૂસીની શંકા જતા પોલીસે FSLમાં મોકલી

હાલોલ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
કબૂતરના પગમાં ચાઇનીઝ ભાષામાં લખાયેલી ચીપ મળી આવી - Divya Bhaskar
કબૂતરના પગમાં ચાઇનીઝ ભાષામાં લખાયેલી ચીપ મળી આવી
 • પોલીસે બીમાર કબૂતરને સારવાર માટે ખસેડ્યું
 • કંપની પાસેથી ચાઇનીઝ ભાષા લખેલી ચીપ મળતા જાસૂસીની શંકા
 • ટ્રેકિંગ ચિપ હોવાનું અનુમાન, પોલીસ ચીપ FSLમાં મોકલી

હાલોલના બાસ્ક ગામે UPL કંપની પાસે સિક્યુરિટી ગાર્ડને ઇજાગ્રસ્ત કબૂતર મળી આવ્યું હતું. ત્યારે જ ગાર્ડે કબૂતરના પગમાં લગાવેલી ચીપ જોઈ હતી. જેમાં ચાઇનીઝ ભાષામાં કંઈક લખેલું હતું. સિક્યોરિટી ગાર્ડ નિવૃત આર્મીમેન હોવાથી આશંકા જતા તેણે આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી.

ચીપથી જાસૂસી થતી હોવાથી મામલો ગંભીર
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સૌપ્રથમ કબૂતરને સારવાર માટે ખસેડ્યું હતું. ત્યારે સારવાર બાદ કબૂતરના પગમાં લાગેલી ચીપ અંગે કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ ભાષામાં લખેલી ચીપ મળવાથી અનેક સવાલ ઊભા થયા છે. કારણ કે ચીપથી જાસૂસી કરવામાં આવે છે તેથી પોલીસે આ મામલાને ગંભીર સમજી તપાસ ચાલુ કરી છે.

રિપોર્ટ બાદ સામે આવશે કારણ
કબૂતરના પગમાં લગાવેલી ચીપ બજારમાં સામાન્ય રીતે મળતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ભારતીય બજારમાં મળતી ચીપને લઈને કોઈ ટ્રેકરો દ્વારા કબૂતરની હરીફાઈ માટે ચિપ લગાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કબૂતર ઇજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે મોકલવામાં આવ્યું છે. જ્યારે ચીપને FSLમાં તપાસ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટ બાદ ચીપના ડેટા અંગે માહિતી મળશે અને ત્યારબાદ ચોક્કસપણે કહી શકાશે કે આ ચીપ ખરેખર ટ્રેકિંગ માટે લગાવવામાં આવી હતી કે અન્ય કારણોસર લગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો