તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાસ્કા પાસે એક સાથે 5 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો

હાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલોલ વડોદરા હાઇવે પર ટ્રાફિક જામ : કોઇ જાનહાની નહીં

હાલોલ વડોદરા હાઇવે રોડ પર બાસ્કા ગામ નજીક પોલિકેબ કંપની સામે મુખ્ય રોડ પર રવિવારે બે એસ.ટી બસો, બે કાર અને એક આઈસર ટેમ્પો એમ એક સાથે પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ ન થવા પામતા મોટી દુર્ઘટના બનતા અટકી જવા પામી હતી. વડોદરાથી હાલોલ તરફ આવતી સરકારી બસ આવી રહી હતી. દરમિયાન મુખ્ય રોડ પર એક ટ્રેલર બ્રેકડાઉન ઊભેલું હતું. પરંતુ રોડ ટોલ રોડ દ્વારા કોઈ સંકેત ન મુક્યુ હોય બસ ચાલકે એકાએક પોતાની બસને બ્રેક મારતા બસ અચાનક ઉભિ થઈ જતા પાછળ ચાલતી એક મારુતિ કાર તેની પાછળ અથડાઈ હતી. જ્યારે તેની પાછળ ચાલતી વધુ એક અલ્ટો કાર બ્રેઝા કારની પાછળ અથડાઇ હતી.

જ્યારે અલ્ટો કારની પાછળ ચાલતો એક આઈસર ટેમ્પો તેની પાછળ અથડાતા ટેમ્પાની પાછળ ચાલતી એક બસ આઇસર ટેમ્પો પાછળ અથડાઈ હતી. જેને લઈ પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક બીજાની પાછળ વાહનો અથડાઈ વચ્ચોવચ ફસાઈ જવા છતા કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની ઇજા પહોંચી ન હતી જેને લઇને મોટી દુર્ઘટના થતી અટકી જવા પામી હતી. એક સાથે પાંચ વાહનો મુખ્ય રોડ પર અથડાતા હાઈવે રોડ પર ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટયા હતા.બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પરથી ટ્રાફિક જામ છૂટો કરી અકસ્માત થયેલ વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ અકસ્માતમાં તમામ પાંચેય વાહનોને નાનું મોટું નુકસાન થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો