તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલોલની રેફરલ હોસ્પિટલ અને જીઆઇડીસી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં રવિવારે પણ કોરોના રસીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હાલોલ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડો.પરેશ જોષીના નિરીક્ષણ હેઠળ કોરોના રસી લેવામાં બાકી રહી ગયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ અને બાકી રહેલા અધિકારીઓને કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા.
જ્યારે હાલોલની જીઆઈડીસી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં રવિવારે પણ ચૂંટણીલક્ષી તાલીમમાં પધારેલા તાલુકાના શિક્ષકોને કોરોના રસી મૂકવામાં આવી હતી. જ્યારે હાલોલ નગર અને તાલુકા પોલીસ મહેકમમાં ફરજ બજાવતા એસઆરપી જવાનો હોમગાર્ડ અને ટીઆરબી ગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓને પણ કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં મોડલ સ્કૂલ ખાતે શિક્ષકો સહિત એસઆરપી હોમગાર્ડ અને ટીઆરબી ગાર્ડના કર્મચારીઓ મળી કુલ 87 જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
હાલોલ પ્રાંત અધિકારી એ.કે. ગૌતમ સહિતના અધિકારીઓએ મુલાકાત લઇ કોરોના વેક્સિન સેશનનું નિરીક્ષણ કરી ડો. મીનાક્ષીબેન ચૌહાણ પ્રાંત અધિકારી એ.કે.ગૌતમે ચૂંટણી લક્ષી તાલીમ લેવા આવેલા તાલુકાના શિક્ષકો સાથે વાતચીત કરી રસી લેવા માટે કાઉન્સલિંગ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાલોલમાં 50થી વધુ કર્મચારીઓને કોરોનાની રસી મૂકાઇ
કોરોના મહામારી દરમિયાન છેલ્લા એક વર્ષથી આરોગ્ય સહિત સફાઇ કર્મચારીઓ આ મહામારી સામે સૈનિકની જેમ લડી રહ્યા છે. જેથી આરોગ્ય અને સફાઇ સચવાઈ રહ્યા છે. આ કોરોના મહામારીમાં સામાન્ય માણસ ઘરની બહાર ન નીકળે તે પરિસ્થિતિમાં સફાઈ કર્મચારીઓ નગરની સફાઈ કરતા જોવા મળતા હતા. અને નગરની ગંદકીને સાફ પણ કરતા હતા. યુદ્ધ જેવી કામગીરી કરનાર કાલોલ પાલીકાના 123 સફાઈ કર્મીઓને પણ રસી આપવા માટેનું લીસ્ટ તૈયાર કરાયંુ છે. જે અંતર્ગત સોમવારે રસી આપવાનું શરૂ કરાયું છે. કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 50 ઉપરાંત કર્મચારીઓને વેક્સિન અપાઇ ચૂકી છે અને હજુ પણ વેક્સીન આપવાનું ચાલુ જ છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.