તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:હાલોલ તાલુકાની 73 ગ્રા. પં.ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 85 ગ્રામ પંચાયત પૈકી 73 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ
  • અાગામી ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની સંભાવના

હાલોલ તાલુકામાં આવતી 85 ગ્રામ પંચાયત પૈકી 73 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની હોઇ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે. જે અંતર્ગત કલેકટર અને રાજ્ય ચુંટણી આયોગના અધિકારી પંચમહાલ દ્વારા શનિવારના રોજ સરપંચ બેઠકનું રોટેશન (ફાળવણી) જાહેર કરતા હાલોલ તાલુકામાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો હતો. લોકશાહીનો પ્રથમ આધાર સ્તંભ એવા પંચાયતી રાજનું પ્રથમ પગથિયું એટલે કે ગ્રામ પંચાયત હાલોલ તાલુકામાં આવતી 85 ગ્રામ પંચાયત પૈકી 73 ગ્રામ પંચાયતોની મુદત નજીકના સમયમાં પૂર્ણ થતી હોય સંભવિત ડિસેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા તમામ પંચાયતોના સરપંચ પદનાં ઉમેદવાર માટે અનામત પ્રકારની ફાળવણી પત્રક જાહેર કરતા વિવિધ પંચાયતમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેઓ માહોલ સર્જાયો જોવા મળે છે.

ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં તેઓની બેઠક અનામતમાં પરિવર્તિત થતા આવા ચૂંટણી લડવા થનગનાટ કરતા મુરતિયાઓમાં નિરાશા જોવા મળતી હતી. પંચાયતી રાજમાં પ્રતિષ્ઠિત એવું સરપંચ પદ મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રયત્નશીલ રહેલા મુરતિયાઓ તેઓની બેઠક સામાન્યમાંથી અનામત સીટની ફાળવણી થતાં આવા મુરતિયાઓના સપનાઓ રોળાઇ ગયેલા જોવા મળતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે. કે હાલોલ તાલુકાની 85 ગ્રામ પંચાયતો પૈકી 73 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતા તેઓની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની સંભાવનાઓ છે. જ્યારે બાકી રહેલ 12 ગ્રામ પંચાયતોની ચૂંટણી 2022 વિધાનસભાની ચૂંટણી બાદ આ ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયે ચૂંટણી યોજાનાર હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...