તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કંજરી ગામથી 7 જુગારીઓ 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે ગુનો દાખલ કરાયો

કંજરી ગામે તળાવ નજીક ઘર પાછળ તંબુ બાંધી હેલોઝન લાઈટના અજવાળે ચાલતાં જુગારધામ પર રૂરલ પોલીસે છાપો મારી 7 જુગારીને રોકડા 79,000 અને બે બાઇક સહિત 1.71 લાખના મુદામાલ સાથે સંચાલક સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હાલોલમાં થોડા સમય પહેલા ઓડ ફળિયામાં સ્ટેટ વિજિલન્સે દારૂનું નેટવર્ક ઝડપવાની ઘટના બાદ સ્થાનિક પોલીસ એક્સનમાં આવતા હાલોલના જુગાર સંચાલક અજજુ વાઘેલાએ કંજરીના રાજકીય ઓથ ધરાવતા ઈસમ સાથે સંધિ કરી તળાવની પાળ નજીક ઘર પાછળ સમીયાનો બાંધી હેલોઝનની લાઈટો લગાવી જુગારધામ ચાલતું હોવાની બાતમી રૂરલ પીઆઇ અમર પલાસને મળતા પીએસઆઇ ઝાલા સહિતની બે ટીમોએ છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે છાપા દરમિયાન રોકડ સહિત 1.71 લાખનો મુદામાલ સાથે જુગાર રમી રહેલા મુસ્તુફા બાદશાહ હાલોલ, સતીશ શાહ કાલોલ, ઇમરાન બાગવાલા હાલોલ, માસુમખાન પઠાણ હાલોલ, મયુર રાણા હાલોલ, ફેજલ બાગવાલા રહે મહમદી સ્ટ્રીટ હાલોલ અને અમર પીયૂષભાઈ રહે નટવર નગર હાલોલની ધરપકડ કરી ભાગી છૂટેલા મુખ્ય સંચાલક અજજુ વાઘેલા સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

રતનપુર(કાં), કોટડા, બગીડોળથી 16 જુગારીઅો ઝડપાયા
ગોધરા તાલુકાના રતનપુર(કાં) પેટે ખબેડા ફળીયામાં જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી કાંકણપુર પીઅાઇ અેન.અેમ.પ્રજાપતિને મળતાં પોલીસે બાતમીવાળા સ્થળે છાપો મારયો હતો.પોલીસે પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતાં હસુમખ પરમાર, ગણપત ચાૈહાણ, પુનમ પરમાર, કરણ પરમાર, ચંદ્રસિંહ પરમાર, અરવીંદ પરમાર, સુભાષ પરમાર તથા ભુપેન્દ્ર પરમારને પકડી પાડયા હતા. પોલીસે 12125 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોટડા ગામે જુગાર રમતાં જુગલ સરણીયા, અતુલ સરણીયા, હરેશ સરણીયા તથા સુરેશચાૈહાણને પકડી પાડયા હતા. પોલીસે 13290 રોકડ મળીને કુલ 43290 રૂ નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોધ્યો હતો. જયારે કોટડા ગામમાં જુગાર રમતાં ચીમન ડામોર, વિનોદ ખાંટ, કાળુ પટેલ તથા કમલેશ પટેલને પકડી પાડયા હતા. પોલીસે 13800 રોકડ તથના મોબાઇલ તથા બાઇક મળીને કુલ 44300 રૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...