અકસ્માત:શિવરાજપુર-રામેશરામાં માર્ગ અકસ્માતોમાં 5ને ઇજા

હાલોલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ગંભીર હોઇ સયાજી હોસ્પિટલમાં મોકલાયા
  • ​​​​​​​ઇજાગ્રસ્તોને ​​​​​​​રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા

હાલોલ તાલુકા પંથકમાં શિવરાજપુર નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે અને અને રામેશરા નજીક બળીયાદેવ ગામ પાસે બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં મોટરસાયકલ પર સવાર બે મહિલા સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જેમાંથી બે લોકોને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

હાલોલ તાલુકાના ચાપરા ગામે રહેતા સુરપાલસિંહ પ્રદીપસિંહ પરમાર ઉં.વર્ષ 22 સચિનભાઈ જગદીશભાઈ પરમાર ઉ.વર્ષ 19 અને સેજલબેન કાળુભાઇ પરમાર ઉં.વર્ષ 18 એક મોટરસાયકલ પર સવાર થઈને શિવરાજપુર બોડેલી હાઇવે રોડ પર રહીને પસાર થઇ રહ્યા હતા.

ત્યારે શિવરાજપુર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બેફામ પૂરઝડપે દોડતા એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે હંકારી લઈ આવી તેઓની મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર પછડાતા તેઓને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં સચિનભાઈ જગદીશભાઈ પરમારને વધુ ઈજાઓ પહોંચી હોઈ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 18 વર્ષીય સેજલબેન પરમાર સુરપાલસિંહ પરમારને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જ્યારે બીજા બનાવમાં હાલોલ તાલુકાના કુબેરપુરા ગામે રહેતા વિજયભાઈ મનોજભાઇ નાયક ઉ.વર્ષ 28 અને નિલેશભાઈ પરસોતમભાઈ નાયક ઉં.વર્ષ 20 બન્ને યુવાનો એક મોટરસાયકલ પર બેસીને રામેશરા નજીક આવેલા બળીયાદેવ ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રોડ પર પડેલા મુખ્ય ખાડામાં મોટરસયકલનું ટાયર પડતા મોટરસાયકલ બેકાબૂ થઈ સ્લીપ ખાઇ જવા પામી હતી. જેમાં મોટરસાયકલ સ્લીપ થઈ રોડ પર પછડાતા મોટરસાયકલ પર સવાર વિજય અને નિલેશ પણ રોડ પર પછડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બન્ને યુવાનોને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચતા બન્ને યુવાનોને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં વિજયભાઈ મનોજભાઇ નાયકને વધુ ઈજાઓ પહોંચી હોઈ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...