તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાગત:પર્યટન સ્થળોના પ્રચાર માટે 4 મિત્રો સુરતથી ચાંપાનેર આવી પહોંચ્યા, 14 દિવસમાં 3500 કિમીનો પ્રવાસ ખેડીને ગુજરાત જોશે

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
4 પ્રકૃતિપ્રેમીઓએ અજાણ્યા અવિકસિત પર્યટક સ્થળોના પ્રચાર પ્રસાર માટે સુરતથી પ્રવાસ શરૂ કર્યો - Divya Bhaskar
4 પ્રકૃતિપ્રેમીઓએ અજાણ્યા અવિકસિત પર્યટક સ્થળોના પ્રચાર પ્રસાર માટે સુરતથી પ્રવાસ શરૂ કર્યો
  • હવે દે.બારિયા, રતનમહાલ, દાહોદ ખાતે જઇ સ્થળો શોધશે
  • વોકલ ફોર લોકલ માય ગુજરાત પ્રવાસનું નામ આપ્યું

ગુજરાત રાજ્યના અજાણ્યા પર્યટક સ્થળોની મુલાકાતે નીકળેલ રાજુભાઇ શાહ. ઉ.વ.57 રહે સુરત, સંજયભાઈ પટેલ ઉં.વ. 46 રહે સુરત, પવન દુબે ઉ.વ.39 રહે. મુંબઈ, થોમસ કોચી. ઉ.વ.49 રહે.અમદાવાદના 4 મિત્રો ભેગા મળી 14 દિવસમાં 3500 જેટલા કિલોમીટરના પ્રવાસે કારમાં 23મી ઓગસ્ટે સુરત ખાતેથી આરંભ કરી ત્રણ દિવસમાં સો જેટલા અજાણ્યા પર્યટક સ્થળોની મુલાકાત લઇ બુધવારના રોજ હાલોલ નજીક ચાપાનેર સાઇટ ખાતે પહોંચ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે આપણા રાજ્યમાં ઘણા બધા એવા પર્યટન સ્થળો છે.

પરંતુ તેની કોઇને જાણ નથી. તેવા સ્થળોને ડેવલોપ કરવામાં આવે તો તે વિસ્તારનો વિકાસ થાય સાથે સ્થાનિક લોકોને રોજગારી તકો વધે ટુરિસ્ટો તે સ્થળોની મુલાકાત લે. હાલ ગુજરાત ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે. કારણકે ગુજરાતમાં વસતા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથી. અમો આ પ્રવાસનો સુરત થી આરંભ કર્યો ત્યારે વલસાડ, નવસારી, ડાંગ વિસ્તારોમાં ફર્યા તેમાં ડાંગ ખાતે પાંડવ ગુફા, ડોન હિલ, દાંડી ખાતે દાંડીકૂચ વખતે કરેલ કાર્યોને જાંખી આપવામાં આવી હતી. પર્યટકો આ દાંડીની મુલાકાત લે તો જ તેને ખબર પડે કે જ્યારે દાંડીકૂચ કરવામાં આવી ક્યારે કોણ કોણ હતું.

તે સમયે શું બન્યું હતું. તેવી જ રીતે ગિરિમાલા ફોલસ, શબરી ઘાટ, વિગેરે ઘણા એવા પર્યટક સ્થળ છે. કે જેની લોકોને માહિતી જ નથી. આવા અજાણ્યા આ સ્થળોને મુલાકાત લઇ તેનો પ્રચાર પ્રસાર થાય તેવા આસય સાથે આ યાત્રા સરું કરી છે. આ યાત્રાને યુવાનોએ વોકલ ફોર લોકલ માય ગુજરાત નામ આપ્યું છે. વિવિધ સોસીયલ મીડિયા પર આ નામના પેજ અને એકાઉન્ટ બનાવી અજાણ્યા સ્થળોના ફોટા લોકેશન સહિતની માહિતી મૂકીને પ્રચાર કરી રહ્યા છે. ગુરુવારે પાવાગઢ માતાજીના દર્શન સાથે ચાંપાનેર સાઈટની મુલાકાત લઇ આગળ દે. બારીયા રતનમહાલ, દાહોદ, સંતરામપુર મોડાસા, શામળાજી તરફ રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...