કોરોનાવાઈરસ:હાલોલ SBIના 4 કર્મીઓ કોરોના સંક્રમિત થતાં બેંક બંધ

હાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકા અને શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હાલોલની પાવાગઢ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક સાથે 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં બેંકને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાઇ હોવાનું જાણવા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે હાલોલ શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લોકોની મોટા પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે. શહેરની અન્ય બેંકોના ચેક ક્લીયરન્સ માટે કર્મચારીઓની અવરજવર સાથે મોટી સંખ્યામાં લોકોની અવર જવરથી કોરોનાનું સંક્રમણ મોટાપાયે ફેલાય તેવી દહેશતને લઇ બેંકના ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. હાલોલ તાલુકા અને હાલોલ શહેરમાં અત્યાર સુધી કુલ 602 કેસ નોંધાયા છે. જેમાંથી 519 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી છે અને 63 લોકો હજુ સારવાર હેઠળ છે જેમાં અત્યાર સુધી 20 જણાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...