તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હાલોલમાં બસમાંથી મહિલા સહિત 3ને દારૂ સાથે ઝડપ્યાં

હાલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓની કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ

પંચમહાલ જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામી દેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના વચ્ચે હાલોલ રૂરલ પોલીસે પોલીસ લાઈન પાસે પાવગઢ તરફથી આવતી એસટી બસમાંથી એક મહિલા સહિત ત્રણને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ હાથ ધરી છે. હાલોલ રૂરલ પોલીસે શહેર પોલીસની હદમાંથી પાવાગઢ તરફથી આવતી બસને અટકાવી મહિલા અને બે યુવાનને ઝડપ્યા હતા. પોલીસે તપાસ કરતાં તેમના શરીર પર બાંધેલી દારૂની બોટલો સહિત ત્રણ બેગોમાંથી દારૂ મળી આવ્યો હતો. ખેપિયા બસમાં ક્યાંથી બેઠા હતા, દારૂ કોને મોકલવાનો હતો, આરોપીઓ ક્યાંના છે તે અંગે પોલીસે મૌન સેવતા અનેક તર્ક સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો