પોલીસ કાર્યવાહી સામે સવાલો:હાલોલમાં પૈસાની લેતી દેતીમાં 2 યુવાનોમાં ઝઘડો, જાહેરમાં જ યુવક પર ચાકુથી હુમલો

હાલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલમાં સારવાર મેળવી - Divya Bhaskar
ઇજાગ્રસ્ત યુવાને હોસ્પિટલમાં સારવાર મેળવી
  • પોલીસ લાઇન પાછળ આવેલ બાદશાહ બાવાની દરગાહ પાસે બનેલી ઘટના

હાલોલ બુધવારે રાત્રે આઠ વાગે પોલીસ લાઇન પાછળ બાદશાહ બાવાની દરગાહ પાસે પેનલ્ટીના પૈસાની લેતી દેતીમાં બે યુવાનો વચ્ચે થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા રૂપિયા માગતા યુવાને જાહેરમાં ચાકુથી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હાલોલ કોઠી ફળિયામાં રેહતો સાહિલ ઉર્ફે વયલી જાબીર માસ્તર એ બાસ્કા બાનો ઉર્ફે બાસ્કા મકરાણી પાસેથી ત્રીસ હજાર પેનલ્ટી પર રૂપિયા લીધા હતા. જેમાં પંદર હજાર પરત આપી દીધા હતા. અને બાકીના રૂપિયા ઘટનાના દિવસે રાત્રે આપવાનો વાયદો હતો.બુધવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સાહિલ તેના મિત્ર સાથે બાઈક પર પોલીસ લાઇન પાછળ આવેલ બાદશાહ બાવાની દરગાહ પાસેથી પ્રસાર થતો હતો.

દરમિયાન બાનો મકરાણી આવી સાહિલની બાઈક રોકી બાઈકની ચાવી કાઢી લઇ રૂપિયાની માગણી કરી હતી. જ્યાં સાહિલે મોડા રૂપિયા આપવાની વાત કરતા બાનો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને સાહિલ સાથે ઝગડો કરી મારામારી શરૂ કરી હતી. દરમિયાન બાના મકરાણીએ તેના ખીસામાં રાખેલ ચાકુ કાઢી સાહિલના માથામાં મારવા જતા સાહિલ બચાવ કરતા તેના મોઢા પર અને પેટના ભાગે ઈજાઓ પોહચી હતી. જાહેરમાં હુમલાની ઘટના બનતા લોકો દોડી આવતા બાનો મકરાણી સાહિલ પાસેની બાઈક લઈ ભાગી છૂટયો હતો. ઇજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જાહેરમાં થયેલી હુમલાના ઘટનાની પોલીસ મથકે જાણ કરાઇ હતી. તેમ છતાં બીજા દિવસ સુધી પોલીસે ગંભિરતા ન દાખવી હુમલાખોર સામે કોઈજ કાર્યવાહી ન કરતા શહેરમાં સરેઆમ ચાકુથી થયેલી હુમલાની ઘટનામાં પોલીસે કેમ કાર્યવાહી ન કરી તેને લઇ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...