તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હાલોલ ટોલનાકા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આવતાં 2ના મોત, અકસ્માત સ્થળે બિયરના ટીન હોવાનો વીડિયો વાયરલ

હાલોલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 સંતાનોએ પિતા અને 3 બહેનાએ એકના એક ભાઇને ગુમાવ્યો

હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રહેતાે મનોજ પરમાર ઉંમર વર્ષ 22 અને તેનો મિત્ર અશ્વિન પરમાર ઉં.28 આનંદપુરા ગામેથી બાઈક પર હાલોલ આવી રહ્યા હતા. દરમિયાન ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક સહિત યુવાનો રોડ પર ફંગોળાઈ જતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેમાં ઇજાગ્રસ્ત અશ્વિનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મનોજને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો પણ તેને સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નિપજતા આનંદપુરામાં શોક છવાયો હતો. મૃતક અશ્વિનને બે સંતાનો છે. જ્યારે મનોજ ત્રણ બહેનો પર એકનો એક ભાઈ હતો. પોલીસે અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનને ઝડપી પાડવા નજીકના ટોલનાકાના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અકસ્માત સ્થળના ફોટા વીડિયો ગણતરીના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં અકસ્માત સ્થળે બિયરના ટીન પડેલા હોવાનું સ્પષ્ટ થયું હતું પણ પોલીસ ફરિયાદમાં બિયરના ટીન અંગે કોઈ ઉલ્લેખ કરાયો ન હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો