તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:હાલોલમાં 2 અકસ્માતના બનાવમાં 2ના મોત; ત્રણ બહેનોના એકના એક ભાઇનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ

હાલોલ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
હાલોલ ગોધરા રોડ પર ડિવાઈડર સાથે બાઇક અથડાતાં યુવકનું મોત, જ્યારે હાલોલ બસ મથકમાં બસની અડફેટે મહિલાનું મોત. - Divya Bhaskar
હાલોલ ગોધરા રોડ પર ડિવાઈડર સાથે બાઇક અથડાતાં યુવકનું મોત, જ્યારે હાલોલ બસ મથકમાં બસની અડફેટે મહિલાનું મોત.

હાલોલમાં બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને ગંભીર ઇજાઓ પહોચતાં વડોદરા રીફર કરાઈ હતી જ્યા તેનુ મોત નિપજ્યુ હતુ. અકસ્માતના પ્રથમ બનાવમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલના ભાભોર ગામે રહેતા માજી સરપંચ કવિતાબેન કલસીંગભાઈ રાઠવાનો ત્રણ બહેનો પર એક નો એક પુત્ર નિલેશભાઈ કલસિંગભાઈ રાઠવા ગોધરા ખાતે પરીક્ષા આપવા માટે બાઈક પર જઈ રહયો હતો.

દરમિયાન હાલોલ ગોધરા રોડ પર આવેલ એશિયાડ ગ્રીન સોસાયટી પાસે તેની મોટરસાયકલ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે અથડાતા મોટર સાયકલ સહિત રોડ પર પછડાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામતા અકસ્માત જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ 108 મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતો. જ્યાં રેફરક હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં 108 એમ્બ્યુલન્સમાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતક નિલેશની થોડા સમય પહેલાજ સગાઈ થઈ હતી. અને બે મહિના બાદ તેના લગ્ન હતા. જ્યારે બીજા અકસ્માત માં કાલોલ તાલુકાના મઘાસર ખાતે રહેતા બલીબેન પ્રભાતસિંહ ગોહીલ હાલોલ બસ સ્ટેન્ડ ખાતે બસ સ્ટેન્ડ ના મુખ્ય દ્વારમાં રહી બસ સ્ટેન્ડ માં પ્રવેશી રહ્યા હતા તે દરમિયાન અચાનક હાલોલ ઘોઘંબા રૂટની બસના ડ્રાઇવરએ અડફેટમાં લેતા માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. શહેર પોલીસે ગુન્હા નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો