તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હાલોલની રીંકી ચોકડી નજીક ટ્રેક્ટર-બાઈક ભટકાતાં 2 મોત

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીઆઇડીસી પાસેના અકસ્માતમાં મિત્રોના સ્થળ પર જ મોત
  • કાલોલ-હાલોલના યુવાનો ભેરપુરા દર્શન કરીને આવતા હતા

હાલોલ જીઆઇડીસી રીંકી ચોકડી પાસે મોડી રાત્રે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાન મિત્રોના ઘટનાસ્થળે મોત નિપજતા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી મૃતદેહોનું પીએમ કરાવી તપાસ હાથ ધરવામાં આવી છે.કાલોલ તાલુકાના બરોલા ગામના વનરાજસિંહ નટવર સિંહ રાઠોડ ઉ.27 અને તેનો મિત્ર જયપાલસિંહ લાલસિંહ રાઠોડ હાલોલ તાલુકાના હીરાપુરા ખાતે મિત્રને ત્યાં ગયા બાદ સાવલી તાલુકાના ભેરપુરા મેલડી માતાના મંદિર દર્શન કરી લાછનપુર ગયા હતા. મોડી રાત્રે હાલોલ તરફથી જીઆઇડીસી રીંકી ચોકડી પાસેથી પ્રસાર થતા હતા.

તે દરમિયાન બાઈક આગળ ચાલતા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર સવાર વનરાજ અને જયપાલને ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતક વનરાજને એક ભાઈ અને બહેન છે જ્યારે જયપાલ પરિવારમાં એકનો એક પુત્ર હતો. હાલોલ શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બન્નેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવતા ખોબલા જેવા બરોલા ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...