તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હાલોલમાં બાઇક સાથે ગધેડું અથડાતાં 2 ઘાયલ

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકો વડોદરાથી પાવાગઢ દર્શને જતા હતા

વડોદરા શહેરના વાસના રોડ ખાતે રહેતા અનુજ વિનય પરમાર અને મિત્ર જય ગિરીશ પ્રજાપતિ રવિવારના રોજ પોતાની બાઈક પર પાવાગઢ આવતા હતા તે દરમિયાન પાવાગઢ રોડ ખાતે આવેલ સિંધવાવ માતાના મંદિર પાસે મુખ્ય રોડ પર પૂરઝડપે ચાલતી બાઈક સામે એકા એક ગધેડુ રોડ પર દોડીને આવી જતા બાઈક સાથે અથડાતા બન્ને યુવાનો બાઈક સહિત રોડ પર પછડાયા હતા.

અકસ્માત સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અનુજ અને જયને 108 મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં અનુજને સામાન્ય ઇજાઓ પહોંચી હોઈ તેને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે જય ગિરીશ પ્રજાપતિને કાનના ભાગે ઇજાઓ પહોંચી કાન કપાઈ જતા વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...