ધાર્મિક:1.42 લાખ શ્રદ્ધાળુઓએ પગપાળા પાવાગઢ ખૂંદીને માના દર્શન કર્યા

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ લાખમાંથી 7500 યાત્રાળુઓ રોપ-વેમાં માના દર્શનાર્થે પહોંચ્યા
  • પાવાગઢ તળેટીથી માચી સુધી અેસટીને 882 ટ્રીપમાં રૂા.5.26 લાખની આવક

કોરોનાની વૈશ્વિક મહામારીને લોકડાઉન સર્જાતા પાવાગઢ ખાતે છેલ્લી ત્રણ નવરાત્રિની ઉજવણી કરાઈ ન હતી. હાલ કોરોનાની મહામારી હળવી થતા મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢમાં આસો નવરાત્રીની ઉજવણી કરવાનો નિર્ણય કરાતા ગુરૂવારે નવરાત્રીના પ્રથમ દિવસે દોઢ લાખ કરતા વધારે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

યાત્રાળુઓની સુરક્ષા સલામતી માટે જિલ્લા પોલીસ દ્વારા 800 પોલીસ તૈનાત કરાઈ હતી. પાવાગઢ તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોય યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા 50 બસો મુકવામાં આવી છે.

જેમાં 43 બસોએ સાંજ સુધી 882 ટ્રીપ મારી પાંત્રીસ હજાર યાત્રાળુઓને મુસાફરી કરતા એસટીને રૂા.5.26 લાખ ની આવક થઈ હતી. બીજી તરફ યાત્રાળુઓને ડુંગર સુધી પહોંચાડતી રોપવે સેવા વહેલી સવારથી શરૂ કરી દેવાઈ હતી. }મક્સૂદ મલિક

અન્ય સમાચારો પણ છે...