ફરિયાદ:હિરાપુર ગામે એક જ કોમના બે જૂથની અથડામણમાં 10 ઘાયલ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઈક હટાવવા બાબતે જૂથ અથડામણમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ રેફરલમાં લવાયા હતા. - Divya Bhaskar
બાઈક હટાવવા બાબતે જૂથ અથડામણમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ રેફરલમાં લવાયા હતા.
  • બાઇક હટાવવા મુદ્દે રાઠોડ પરિવારના બે જૂથો બાખડ્યા
  • બંને પક્ષે સામસામે ફરિયાદ, ઇજાગ્રસ્તોને હાલોલ ખસેડાયા

હાલોલ તાલુકાના હીરાપુરા ગામે દુકાન પાસે પાર્ક કરેલ બાઈક હટાવવા બાબતે રાઠોડ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ સર્જતાં 10 લોકો ઈજાગ્રસ્ત થતા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા છે. રૂરલ પોલિસે બન્ને પક્ષોની ક્રોસ ફરિયાદમાં રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.હાલોલના હીરાપુરા ગામે બુધવારની સાંજે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા લક્ષમણભાઇ ગુલાબભાઇ રાઠોડની દુકાન પાસે તેમના બે બાઇકો પાર્ક કરેલા હતા.

તે દરમિયાન દુકાનની સામે બની રહેલ મકાન પાસે માટી ભરેલ ટ્રેક્ટર લઇ ધર્મેશ ગણપત રાઠોડ આવેલ જ્યાં ધર્મેશે ટ્રેક્ટર વળાવામાં માટે પાર્ક કરેલા બાઇકો નડતા હોય બાઇકો હટાવી લેવા લક્ષમણ રાઠોડને કહેતા બન્ને વચ્ચે ઝગડો તકરાર થઇ હતી. અને છુટા હાથની મારામારી થતા અન્ય લોકો આવી જતા ઝઘડો શાંત થઇ ગયો હતો.

બુધવારની સાંજે થયેલા ઝઘડાના ગુરુવારની સવારે ઘેરા પ્રતિયાઘાતો પડતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને જૂથો મારક હથિયારો સાથે સામસામી આવી જતા એકબીજા પર હુમલો કરી દેતા ગામમાં દહેશત સાથે ભયનો માહોલ ફેલાયો હતો. મારામારી એટલી હિંસક હતી કે કોઈ છોડાવાની હિમત ન કરી હતી. અથડામણમાં 10 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને હાલોલની રેફરલ હોસ્પીટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં પ્રાથમીક સારવાર બાદ વડોદરા રીફર કરાયા હતા. આ બનેલી ઘટના અંગે હાલોલ રૂરલ પોલીસે બન્ને પક્ષો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોના નામ
ગુલાબભાઈ રાઠોડ,ઘનશ્યામ ભાઈ ગણપતભાઈ રાઠોડ , દિલીપભાઈ ગણપતભાઈ રાઠોડ, લક્ષ્મણ ગુલાબભાઈ રાઠોડ , પંકજ લક્ષ્મણ રાઠોડ, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, કૌશિક લક્ષ્મણ રાઠોડ, દિપીકાબેન પ્રવિણભાઇ રાઠોડ, નારાયણ ગણપત રાઠોડ તથા ગણપતભાઈ મગનભાઈ રાઠોડ.

અન્ય સમાચારો પણ છે...