ધરપકડ:હાલોલના નાવરીયામાં ખેતરમાંથી 6 કિલો ગાંજાના છોડ સાથે 1 ઝબ્બે

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજી પોલીસે કાલોલ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી

પંચમહાલ એસઓજી ગોધરા શાખાના પીઆઇ એમ.કે ખાંટને અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે નાવરીયા ગામે નવાપુરા ફળિયામાં રહેતા પ્રવિણ શનાભાઈ રાઠોડ ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.

જે બાતમીના આધારે પીઆઈ એમ.કે.ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઇ આર.એમ. મુવધા તથા સ્ટાફે ખેતરમાં છાપો માર્યો જેમાં ખેતરમાંથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ મળી આવતા એસઓજીએ આની ખરાઈ કરવા માટે એફએસએલને ઘટનાસ્થળે બોલાવી લીલા ગાંજાના છોડનું પરીક્ષણ કરાવતા છોડ લીલા ગાંજાના જ હોવાનું પુરવાર થતા એસઓજીએે વાવેતર કરનાર આરોપી પ્રવિણને ઝડપી પાડી લીલા ગાંજાના છોડ જેનુ વજન કરાવતા 6.050 કીલોગ્રામ લીલા ગાંજાના છોડ જેની કિંમત 60,500 રૂપિયાનો મુદ્દામાલ સાથે પ્રવિણભાઇ રાઠોડની અટકાયત કરી કાલોલ પોલીસ મથક દ્વારા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...