તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ઘોઘંબા વન વિભાગની કચેરી કમ્પાઉન્ડ પાસેનો થાંભલો પડતાં મહિલાનું મોત, મહિલાના પુત્રને ફ્રેકચર

ઘોઘંબા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા વન વિભાગની કચેરી કમ્પાઉન્ડમાં ઝાડ કાપવાની કામગીરી દરમ્યાન વીજ થાંભલો પડતા મહિલાનું મોત નિપજ્યુ. - Divya Bhaskar
ઘોઘંબા વન વિભાગની કચેરી કમ્પાઉન્ડમાં ઝાડ કાપવાની કામગીરી દરમ્યાન વીજ થાંભલો પડતા મહિલાનું મોત નિપજ્યુ.
  • ઝાડ કાપવાની કામગીરી દરમિયાન થાંભલો ધ્વસ્ત થયો

ઘોઘંબાની વન વિભાગની કચેરીમાં ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે કપાયેલું ઝાડ ચાલુ વીજ વાયરો પર પડતા વીજ થાંભલો પણ તૂટી ગયો હતો. મુખ્ય માર્ગ પરનો વિજ થાંભલો તુટ્યો ત્યારે બોર ચાઠાના વિનોદ બારીયા બાઈક પર માતા મંગીબેનને લઇને પસાર થઇ રહ્યા હતા. જ્યા મંગીબેન પર થાંભલો પડતા તેઅોનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે વિનોદને ઇજા પહોંચતા ધોઘંબા રેફરલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવારમાં હાથે પગે ફ્રેકચર થયુ હોવાનું તબીબે જણાવ્યુ હતુ.

ઘટનાની જાણ થતા રાજગઢ પીએસઆઇ આર આર ગોહિલ તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને રસ્તો બંધ કરી એમજીવીસીએલને જાણ કરી વીજપુરવઠો બંધ કરાવ્યો હતો. વન વિભાગ દ્વારા ઝાડ કાપતા અગાઉ વીજ કંપની અને ગ્રામપંચાયતને અગાઉ જાણ કરી હતી કે નહી તે અંગેના સવાલો અંગેની ચર્ચા હાલ ગામમાં થઇ રહી છે. ઘટનાને પગલે રાજગઢ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...