રામાયણ કાળની પ્રથા:ઘોઘંબામાં મોટી સંખ્યામાં લોકો દશેરાએ સમડીના ઝાડની પૂજા કરી તેની છાલ ઘરે ગયા

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમડીના ઝાડની પૂજા કરી છાલ લઇ જતા નજરે પડે છે. - Divya Bhaskar
ઘોઘંબામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમડીના ઝાડની પૂજા કરી છાલ લઇ જતા નજરે પડે છે.

ઘોઘંબામાં નવરાત્રીના દશેરાના છેલ્લા દિવસે કહેવાય છે કે ભગવાન શ્રીરામ જ્યારે યુદ્ધ જીતીને લંકામાંથી પાછા ફર્યા ત્યારે સમડીના ઝાડ નીચે બેસે છે. ત્યારે કેટલાક વાનર લોકો લંકામાં થી લાવેલા સોનાના આભુષણો પહેરે છે. ત્યારે હનુમાનજી પોતાના સાથી મિત્રો પાસેથી એ બધા સોનાના ઘરેણા સમડીના ઝાડ નીચે મૂકી દે છે. અને પોતાની સાથે સમડીનાના ઝાડની છાલ ઘરે લઈ જાય છે. ત્યારે એ જોઈને ભગવાન શ્રીરામ કહે છે કે તમારે સોનાની જરૂર નથી ધનદોલત આ સમડીના ઝાડની છાલના રૂપમાં તમારા બધાના ધરોમા ધન દોલત અને સમૃદ્ધિ નો વિકાસ કરશે.

ત્યારથી સમડીના ઝાડની આસપાસ રક્ષાબંધન પર બાંધેલી રાખડીની પોટલી સમડીના ઝાડની ડાળી ઉપર બાધીને સમડીના ઝાડની છાલ ઉતારી પોતાની તીજોરીમાં કે પુજા સ્થાન ઉપર મુકવામાં આવે છે. ધોધંબા માં પણ મોટી સંખ્યામાં લોકો સમડીના ઝાડ પાસે ઉમટી પડ્યા હતા. અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સમડીના ઝાડની પૂજા કરી સમડીના ઝાડની છાલ લઇ જતા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...