તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઘોઘંબાથી કાંટુના રસ્તા પર નાળાની તકલાદી કામગીરીથી ગાબડાં પડ્યાં

ઘોઘંબા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધોધંબા પાસે નાળાની તકલાદી કામગીરીથી ગાબડું પડ્યું. - Divya Bhaskar
ધોધંબા પાસે નાળાની તકલાદી કામગીરીથી ગાબડું પડ્યું.
 • વહેલી તકે રિપેરિંગ ન કરાય તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે

ઘોઘંબાથી કાંટુ તરફ જતો મુખ્ય રસ્તો દેવગઢ બારીયા, ભીખાપુરા, સાગટાળા સહિત નાનાં મોટાં ગામોમાં આવવાં જવા માટે અા રસ્તો રાત-દિવસ અેસટી સહિત અન્ય વાહનોથી સતત ધમધતો રહે છે. સાથે આ વિસ્તારના ગામોના ગ્રામજનો માટે આ રસ્તો ખૂબ સીધો છે. ત્યારે આ રસ્તામાં નાનાં-મોટાં ખાડા પડતાં આ રસ્તો કેટલીક જગ્યાએ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તાની કામગીરી બે વર્ષ પહેલાં જ થઈ પૂર્ણ થઈ હતી.

પરંતુ તકલાદી કામગીરીના કારણે જુના દાવોદ્રા ગામની હદમાં હરિજનવાસ પાસે નાળાની બંને બાજુએ માટીનું ધોવાણ થતાં મુખ્ય માર્ગ નીચે દિવસેને દિવસે ખૂબ ઉંડો ભુવો પડતો જાય છે. જો અા ભુવો (ગાબડા)ની રીપેરીંગની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં નહિ આવે તો આવતાં સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જેમા જાનમાલનું નુકશાન થવાની પુરેપુરી સંભવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો