તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ઘોઘંબાની જર્જરિત લાઇબ્રેરી તોડી મેદાન બનાવી દેવાયું, લાઇબ્રેરીનો શાૈચાલય તરીકે ઉપયોગ કરાતો

ઘોઘંબા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબામાં ઐતિહાસિક સાર્વજનિક પુસ્તકાલયનુ નિર્માણ 1964માં થયેલું હતુ પરંતુ જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં હોવાથી લોકો મકાનના બારી, બારણા અને લોખંડના સળીયા પણ લઈ ગયા હતા. લાઇબ્રેરીના ઓટલા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. વધુમાં લાઇબ્રેરીનો શાૈચાલય તરીકે ઉપયોગ કરતા હતા. કેટલાય સમયથી જર્જરીત લાયબ્રેરી તોડીને નવીન બનાવવાની વાતો થતી હતી.

પરંતુ શનિવારે અચાનક તેને તોડી પાડીને ખુલ્લા મેદાન બનાવી દેવામાં આવતા ચર્ચાઓ થવા પામી છે. અને હવે શું આ સ્થળે ફરી નવીન લાઈબ્રેરીનું નિર્માણ થશે કે પછી કરોડોની જગ્યા લોકો પચાવી પાડશે તેવી ચર્ચાઓ પણ પ્રજામા ઉઠી છે. જ્યારે બીજી બાજુ ધોઘંબામા દીવસે દીવસે દબાણ વધતું જાય છે. ત્યારે કોઈ પણ જગ્યા ખાલી જોવા મળે તો ત્યાં લોકો હાથલારી મુકીને કબજો જમાવી દે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પુન: લાઈબ્રેરી બનશે કે હાથલારીઓ મુકાતા ત્યા પાકા દબાણો થઈ જશે તે જોવાનું રહ્યુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો