તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ઘોઘંબામાં 3 દુકાનના તાળાં તોડી પોલીસને પડકાર ફેંકતાં તસ્કરો

ઘોઘંબા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CCTVના ફૂટેજમાં તસ્કરો નજરે પડ્યા: સામાન રફેદફે કર્યો

પંચમહાલના અંતરીયાળ ગામોમાં ચોરી ધાડ સહીતના બનાવો બનવાની શરૂઅાત થતા ગ્રામજનોમાં ફફડાટ પેસી ગયો છે. ત્યારે ઘોઘંબામાં પાંચ બુકાનીઅો દ્વારા 3 દુકાનના તાળા તોડી સામાન રફેદફે કરી હાલ પુરતો તસ્કરોઅે પોલીસને પકડાર ફેક્યો હોય તેવુ લાગી રહ્યુ છે. ઘોઘંબાના બજારમાં અાવેલ જે. જે. જનરલ સ્ટોર, શ્યામ બોરવેલ સહિત કાચામાલના હોલસેલર રાઠવા રમેશભાઈ માલ્યાભાઈની દુકાનના તાળા તોડવામાં અાવ્યા હતા.

જેમા હોલસેલરની દુકાનમાં ચાર બુકાનીઅોઅે પ્રવેશ કરી ગલ્લા સહીતનો અન્ય સામાન રફેદફે કરવામાં અાવતો હતો. પરંતુ દુકાનમાંથી કાંઇ પણ લીધા વગર બહાર નિકળી ગયા હતા. જ્યારે અેક વ્યક્તી બહાર ઉભો રહી રેકી કરી રહ્યો હતો. જે સીસીટીવીના ફુટેજ મા સ્પષ્ટ દેખાઈ આવે છે.

ચોરીની ધટનાની જાણ રાજગઢ પોલીસ મથકે કરાતા પીએસઆઇ આર.આર.ગોહિલ સહિતનો સ્ટાફ ધટના સ્થળે પહોચી સીસીટીવીના ફુટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તસ્કરોઅે તાળા તોડી પોલીસને અેક પકડાર ફેક્યો હોય તેવુ લાગી રહ્યુ છે. હવે જોવાનું અે રહ્યુ કે પોલીસ સજાગ રહે છે કે પોલીસની અાંખમાં ધુળ નાંખી તસ્કરો અન્ય કોઇ સ્થળે મોટો હાથફેરો કરે છે.

અન્ય સમાચારો પણ છે...