ધરપકડ:રાજગઢ પોલીસે ચોરીની બે બાઇક સાથે ઇસમને ઝડપ્યો

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ, પાવાગઢ પોલીસમાં નોંધાયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો

રાજગઢ પોલીસ મથકના સબ ઇન્સ.આર.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફના માણસો વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. દરમ્યાન રાજકુમાર હિરો સ્પ્લેન્ડર પ્લસ લઇને પાવાગઢ થી ઘોઘંબા તરફ આવવાનો છે.

જેથી આવતા તેને રોકી તેનું નામઠામ પૂછતા તેણે રાજકુમાર રાઠવા નવાગામનો હોવાનું જણાવેલ અને કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરતાં મો.સા સાથે પોલીસ સ્ટેશન લાવી ઇ - ગુજકોપમાં તપાસ કરાવતા તેમા મો.સા માલીકનું નામ - સરનામુ અશોકભાઇ ભુપતભાઈ પરમાર રહે- રાજપુત ફળીયુ , સુલતાનપુરનું નામ આવેલ જેથી રાજકુમારની પુછપરછ કરતા મો.સા હાલોલ ખાતે પાવાગઢ રોડ પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ તથા અન્ય બીજી મો.સા પણ શિવરાજપુર થી ચોરી કરી ચેલાવાડા પાસે આવેલ ડુંગર વિસ્તારમાં વેચવા સારૂ સંતાડી મુકી રાખેલ હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...