હાલાકી:કોરોનાના ચેપથી મૃત્યુ પામેલાની સહાયના ફોર્મ લેવા લોકોને ધક્કા

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહાયનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી કાર્યવાહી શરૂ કરી નથી તેવી સૂચના ચોંટાડી દેવાઇ

કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી લહેરે પંચમહાલ જિલ્લામાં કહેર વર્તાવ્યો હતો. 12/4/થી 30/4/21 સુઘી જિલ્લામાં કોરોના મહામારી ચરમસીમા હોવાથી કોરોના કેસમાં અધધ ઉછાળો આવ્યો હતો. કોરોનાને કારણે રોજ 10થી 15 દર્દીઓના મૃત્યુથી હાહાકાર મચી જવા પામ્યો હતો. એક સમયે સ્માશાનમાં મૃતદેહની અંતિમવિધિ કરવા વેઇટીંગ થતું હતું. કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામ્યા બાદ હાઇકોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલાને 50 હજાર સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે. ત્યારે સરકારી આંકડા મુજબ જિલ્લામાં કોવિડથી 86 લોકોના મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે.

ત્યારે સરકારે જિલ્લાકક્ષાએ સમિતિ બનાવીને તમામ કિસ્સાનું મુલ્યાંકન કરીને સહાય ચૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાથી મૃત્યુ પામેલાના સ્વજનો સરકારી 50 હજાર સહાયના ફોર્મ લેવા ગોધરા કલેકટર કચેરી ખાતે આવેલી ડિઝાસ્ટર શાળામાં પહોંચ્યા હતા.

પણ ડિઝાસ્ટર શાખાએ લેખેલી સૂચના મુકી દીધી છે. સૂચનામાં કોરોનામાં મૃત્યુે પામેલા દર્દીના પરિવારને રૂ.50 હજારની સહાય બાબતે અંગે સરકાર તરફથી કોઇ ઠરાવ કે ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલ નથી. જેથી કચેરી ખાતે કોઇ કાર્યવાહી શરૂ થયેલ નથી. તેવી સૂચના મુકી દેતા મૃતકોના પરિવારજનો વિલાં મોઢે પાછા ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...