કામગીરી:દીપડાના માનવી પર હુમલાના ખોટા ફોટા વાઇરલ કરનાર સામે કાર્યવાહી

ઘોઘંબા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કરી, અાવી ઘટના બની જ નથી: વન વિભાગ

હાલ સોસિયલ મિડીયામાં ઘોઘંબા તાલુકામાં આવેલા ગોયાસુંડલ ગામ અને તેની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડો આવી માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ ખુબ જ વાયરલ થયા છે. વાઇરલ ફોટાને લીધે સ્થાનીક લોકોમાં ફફડાટ પેસી ગયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈને વન વિભાગ દ્વારા ગંભીર બનીને ગામના આસપાસમાં આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું. તેમજ વાયરલ થયેલા ફોટો પ્રમાણે તપાસ પણ કરવામાં આવી. જે તપાસ બાદ આ પ્રકારની કોઈપણ ઘટના આ વિસ્તારમાં ન હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થાનિક ગ્રામજનોને વાયરલ થયેલ ફોટાઓ તેમજ સંદેશાઓ ખોટા હોવાનું જણાવી ભયમુક્ત રહેવા માટે તેમજ સાવચેતી માટે ગીચ જંગલ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ પણ સોશિયલ મીડિયામાં ફેક મેસેજ -ફોટા વાયરલ થતા હોય વન વિભાગ દ્વારા આ ખોટા મેસેજ ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...