તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઘોઘંબાના બે ગામના ત્રણ ફળીયામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી

ઘોઘંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા  વિજ કંપની દ્વારા કામગીરીમાં શેખ ઉતારવામાં આવી રહી છે - Divya Bhaskar
ઘોઘંબા વિજ કંપની દ્વારા કામગીરીમાં શેખ ઉતારવામાં આવી રહી છે
  • વીજ કંપની કામગીરી કરે તેવી માગ કરાઇ

ઘોઘંબાના ચેલાવાડાના યુસુફ ફળીયા અને વિરાપુરા ગામના મંદિર ફળિયું, ડામરફળિયું બે ગામના ત્રણ ફળીયાના 160થી વુધારે ઘરોમાં એક ફ્યુઝ પરથી ઘર સહિત અન્ય સ્થળના વિજ કનેશન અાપવામાં અાવતા વારંવાર ફ્યુઝ ઉડી જવાથી વિજપ્રવાહ ખોરવાઇ જાય છે. જેને કારણે લોકોને ભારે તકલીફ ઉઠાવી પડી રહી છે.

ફ્યુઝ ઉડી જવા અંગે સ્થાનિક લોકો દ્વારા વિજ કંપનીમાં જાણ કરવામાં અાવે તો કર્મચારી ફક્ત ફ્યુઝ બાંધીને જતા રહે છે. ત્યાર બાદ થોડા સમય પછી ફ્રયુઝ ઉડી જવાથી પુન: એજ સ્થિતી સર્જાતી હોય છે. હાલ 15 દિવસથી વિસ્તારમાં વિજપુરવઠો ન હોવાથી કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. અા અંગે વિજ કંપની દ્વારા યોગ્ય કામગીરી કરવામાં અાવે અને કાયમી પડતી તકલીફ દુર કરવામાં અાવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...