ટ્રેનિંગ:ઘોઘંબામાં લોકરક્ષક ભરતી માટે પોલીસ ટ્રેનિંગ આપશે

ઘોઘંબા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાના ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે તે માટે શારીરિક કસોટી પાસ કરવી અનિવાર્ય હોવાથી આવા નવા ઉમેદવારો પ્રેક્ટિસ કરી શકે એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની સુચના અને નિગરાની હેઠળ કેટલાક સ્થળો ઉપર તેમને આ સુવિધા ઉપલબ્ધ કરાવ્યું છે. જેમાં તેમને માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરાશે, જેથી જે લોકોએ ફોર્મ ભરે છે એ લોકો પોતપોતાના પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ નક્કી કરેલા છે, એ ગ્રાઉન્ડ ઉપર તે લોકોને ટ્રેનિંગ આપશે.

તેમ જ કેટલાક ચુનંદા પોલીસ ઓફિસરો પણ તે ગ્રાઉન્ડ ઉપર ટ્રેનિંગ અાપશે. જે અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર આર ગોહિલ દ્વારા ઘોઘંબાનું વિશાળ ગ્રાઉન્ડ રાજગર પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે રાજગઢ પીએસઆઇ આર.આર. ગોહિલ જાતે ટ્રેનિંગ આપીને ઉમેદવારોને મદદ કરવાની તૈયારી બતાવી હતી. ઘોઘંબા રાજગઢ પીએસઆઇ આર આર ગોહિલ દ્વારા ઘોઘંબાના લોકોને જે ઉમેદવારો સિલેક્ટ થયા છે, તે લોકોને ઘોઘંબાનું ગ્રાઉન્ડ આપીને તે ઉપરાંત ટ્રેનિંગ પણ પોતે કરાવીને માર્ગદર્શન આપીને તૈયાર કરી આપવા બાંહેધરી આપી હતી. રાજ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર ગોહિલની આ તૈયારીથી યુવાનોમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...