કામગીરી:વીજબિલ ન ભરનારના 21 ગ્રાહકોના મીટરો ઉતારાયા

ગોધરબા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 464 બાકીદારો પાસેથી 42 લાખની વસૂલાત
  • રિકવરી ટીમે પોલીસ સાથે સપાટો બોલાવ્યો

ગોધરા શહેરમાં અેમજીવીસીઅેલ વિજ કંપનીના વિજપુરવઠાના સમય સર વિજબિલ ન ભરનાર પાસેથી બાકી બિલની રીકવરી કરવા વિજકંપની રીકવરી ટીમ, અેકસઅાર્મી તથા સ્થાનીક પોલીસની 34 ટીમો દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રીકવરી ડ્રાઇવ રાખી હતી.

શહેરમાં 750 વિજ ઉપભોક્તાઅોઅે સમય મર્યાદામાં વિજબીલ ભર્યા ન હતા. જેને લઇને ગોધરા વર્તુળ કચેરીના અધિક્ષક એન્જિનિયર સંજય વર્માના માર્ગદર્શન હેઠળ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હાફીઝ પ્લોટ, ગેની પ્લોટ, હયાત વાડી, પોલન બજાર સહિતના વિસ્તારમાં 750 જેટલા વીજ ગ્રાહકોના બીલ પેટે રૂા.75 લાખ જેટલી રિકવરીની રકમ બાકી હોવાથી વિજ રીકવરી ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને બાકી રકમ ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમા 34 ટીમો દ્વારા 21 વીજ કનેકશનના રૂા.6.50 લાખ બાકી વિજ પેટે વિજ કનેકશન કાપીને તેમના મીટર ઉતારી દેવાયા હતા. ટીમે 464 વીજ ગ્રાહકો પાસેથી રૂા.42 લાખ જેટલી રકમની વસૂલાત કરી હતી. અાવનાર સમયમંા બાકી વિજબિલની વસુલાત કરવામાં અાવશે તેમ અેમજીવીસીઅેલ કંપનીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...