ફરિયાદ:ગમીરપુરામાં હાઇટેન્શન લાઈન વચ્ચેના વૃક્ષો કાપવા ગયેલા મેનેજરને સ્થાનિકે ધમકી આપી

ઘોઘંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અદાણી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે યુવક સામે ફરિયાદ નોંધાવી

ગમીરપુરા ગામ માંથી પસાર થતી હાઇટેન્શન લાઈનની વચ્ચે આવતા વૃક્ષો કાપવા ગયેલા અદાણી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર શાર્દુલ જયરાજભાઈ મહેતાને કણબી પાલ્લી ગામના ધર્મેશ રમેશભાઈ પટેલ દ્વારા મારી નાખવાનું તથા ખોટી ફરિયાદ આપી ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી છે. આ અંગે રાજગઢ પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ અદાણી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તેમના માણસો સાથે ગમીરપુરા ગામમાંથી પસાર થતી હાઇટેન્શન ટાવર નંબર 376 થી 377 વચ્ચે નડતરરૂપ વૃક્ષો કાપવા માટે ગયા હતા.

આ વખતે કણબી પાલ્લી ગામના ધર્મેશ રમેશભાઈ પટેલ લાકડી લઈને ગયા હતા અને તેમને મેનેજરને જણાવ્યું હતું કે તમોને ના પાડવા છતાં પણ તમો વૃક્ષો કાપવા માટે કેમ આવ્યા છો અને લાકડી વડે હુમલો કરવા જતા મેનેજરે લાકડી પકડી લીધી હતી બાદમાં વધુમાં ધર્મેશે મારી નાખવાની ધમકી સાથે ખોટી ફરિયાદ અપાવી તમને ફસાવી દઈશ આ અંગે અદાણી ગ્રુપ દ્વારા હાઇટેન્શન લાઇન નું સમારકામ કરવાનો કોન્ટ્રાક્ટર મેનેજર શાર્દુલ જયરાજભાઇ મહેતા(રહે ગાયત્રી બંગલો,સોખડા રોડ,છાણી, વડોદરા) ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડૂતોને વળતર મળ્યું નથી
કરાર થયા મુજબ હાઇટેન્શન લાઇન પસાર થાય છે તે અંગેનુ ખેડુતોને વળતર મળ્યું નથી માટે અમે વૃક્ષ કાપવા દીધા નથી. >ધર્મેશ રમેશભાઈ પટેલ, ખેડૂત, કણબી પાલ્લી.

અન્ય સમાચારો પણ છે...