તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટી દિવાળીના તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવણી બાદ પછી દેવ દિવાળી સુધીના 15 દિવસોમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં વસતાં આદિવાસી ગામડાંઓમાં દિવસ-રાત ભાથીજી મહારાજ, રામદેવપીરના મંદિરો પર ઝાયણી મહોત્સવ,પાટ પ્રકાશ અનેક હિંદુ ધર્મ સાથે સંકળાયેલા નાનાં મોટાં પંથોના સંતો, મહંતો દ્વારા અલગ અલગ જગ્યાએ નાનાં મોટાં પ્રોગ્રામ રાખીને ભજન,સત્સંગ કરીને અમૃતવાણી સાંભળાવા આવે છે. જેમાં અનેક ગામડેથી માનવીઓના ટોળાં ઊમટતા જોવાં મળે તો બીજી તરફ શિયાળા ઋતુનો પ્રારંભ થવાથી ચારે બાજુથી પવન ફરકે અને ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ પણ જામતો જોવાં મળે છે.
ઝાયણી મહોત્સવ એ આદિવાસી વિસ્તારમાં ઉજવાતો ગામનો મુખ્ય એક વાર્ષિક ઉત્સવ છે જે દર વર્ષે હિંદુ ધર્મના વિક્રમ સંવતની તિથિ પર આધારિત હોય છે. આ મહોત્સવ મોટી દિવાળી પછી નવા વર્ષના દિવસેે ભાથીજી મહારાજ મંદિર ફાગવેલ પર સૌથી પહેલાં ઝાયણી મહોત્સવ ઉજવાય છે. ત્યાર પછી ગામે ગામ અલગ અલગ દિવસે ઝાયણી મહોત્સવ ઉજવાતો જાય છે.
જેમાં ભાથીજી મહારાજ, રામદેવજી મહારાજ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાંની પૂજા, અર્ચના ગામનાં ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવે છે. નવા વર્ષના તમામ આવનારા દિવસો ખૂબ સારા આવે તે હેતુથી પૂજા કરીને નવી ધજાઓ મંદિર પર ચઢાવવામાં આવે છે. આ મહોત્સવમાં ધૂણતા વ્યક્તિઓ હોય છે તે ધર્મશાસ્ત્રો મુજબ ધર્મનિષ્ઠ, સાચા, ભાવિક લોકો હોય છે જે સતત પોતાના ઈસ્ટદેવનું રટણ કરતાં રહેતાં હોય છે.
ત્યારે બીજી તરફ આજના આધુનિક સમયમાં પણ ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા ધરાવતાં લોકો આ ધૂણતા લોકોને ડાકણ, ભૂત, પાછલાં સમયના ખત્રીજ ચઢે એમ માને છે. તો આજના સાયન્સ અને વિજ્ઞાનિકો કે ડોક્ટરોના મતે આ એક માનસિક બીમારીમાં પીડાતાં લોકો માનવામાં આવે છે.
શિયાળાની ઠંડીના વાતાવરણમાં ભજન મંડળો ગામો ગામથી આવતાં અને ભજનની રમઝટ બોલાવતા હતાં અને સોજીનો શીરો, તુવેરના બાકરા અને અડદના ઢેબરાં પ્રસાદ આવતો તથા પાંચ, સાત કે નવ કલરની નવરંગી નેજાઓ મંદિરમાં ચઢાવવામાં આવતી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.