તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ઘોઘંબા તાલુકામાં સરકારી ચોપડે 2 કોરોના કેસની સામે સંક્રમિતોની સંખ્યા 10થી વઘુ

ઘોઘંબા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
તાલુકામાં સંક્રમણ વધુ છતાં બજારમાં લોકો બિંદાસ ફરે છે. - Divya Bhaskar
તાલુકામાં સંક્રમણ વધુ છતાં બજારમાં લોકો બિંદાસ ફરે છે.
 • રોજના 250 કોરોના ટેસ્ટ થતાનો તાલુકા આરોગ્ય અધિકારીનો દાવો
 • તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધુ હોવા છતાં લોકો માસ્ક વગર ફરે છે

ધોઘંબા તાલુકામાં દિનપ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. તાલુકામાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો વધારે હોવા છતાં ધોઘંબા બ્લોક હેલ્થ કચેરી ખાતે કોરોના દર્દીના બીલકુલ નહીવત આંકડા બતાવાય છે. સરકારી આંકડા મુજબ તાલુકામાં કોરોનાના બે જ કેસ છે. જયારે ઘોઘંબામાંજ 10થી વઘુ કોરોના દર્દીઓ હોવાની ચર્ચાઓ વચ્ચે કોરોના આંકડા છુપાવી રહ્યા છે.

તાલુકામાં રોજના 250 જેટલા કોરોના ટેસ્ટ કરાય. તાલુકા હેલ્થ કચેરી ખાતે સ્ટાફ ઓછો હોવાથી કોરોનાની લડાઇ ઘીમી પડી રહી છે. તાલુકામાં કોરોના સંક્રમણ વધારે હોવાથી કોરોના દર્દીઓને તાજપુરા કે વડોદરા જઇને સારવાર માટે મોકલી દેવાય છે. તાજેતરમાં ઘોઘંબામાં ચાર પરિવારના 20 જેટલા વ્યક્તીઓ કોરોના પોઝીટીવ હોવા છતાં સરકારી આંકડામાંથી ગાયબ થયાની ચર્ચાઓ થઇ હતી.

આમ ઘોઘંબા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરવું જોઇએ તેમ છતાં કેટલાક બેજવાબદાર લોકો માસ્ક વગર ફરીને કોરોનાને આંમત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો