ચૂંટણી:ઘોઘંબામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાર યાદી પ્રસિદ્ધ થતાં દેવદિવાળી બાદ ચૂંટણી યોજાશે
  • પંચાયતની ચૂંટણી વિધાનસભા પહેલાની સેમીફાઇનલ બનશે

ઘોઘંબામાં ડિસેમ્બર 2021માં મુદત પૂર્ણ થતા ઘોઘંબા તાલુકાની ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર એ સોમવારે મતદાર યાદી પ્રસિદ્ધ થતા દેવ દિવાળી બાદ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે ઘોઘંબા તાલુકાની 60 ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. ભાજપના કોંગ્રેસના અને આપના સમર્થક કાર્યકરોને સરપંચના વોર્ડમાં ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારી 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને રસાકસીભરી બનાવવાનું મનસૂબો ધરાવે છે.

5વર્ષમાં મતદારો પ્રજામાં બદલાવ આવ્યો છે ઉમેદવારો જાણી ચૂક્યા છે આ સંજોગોમાં આગામી ગ્રામ પંચાયતોનો જંગ રસાકસી ભર્યો બની શકે છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી સેમીફાઇનલ બની રહેશ. તેમ લાગી રહ્યું છે. જ્યારે મતદારોને લોભાવવા ના પ્રયત્નો પણ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે આમ ઘોઘંબાની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરેલી રહેશે એવું હમણાં તો લાગી રહ્યું છે. ઘોઘંબામાં વિકાસની ધીમી ઝડપને લઈને લોકોમાં માયુસી ફેલાઈ જતાં લોકોને લલચાવી ફોસલાવી પટાવી લેવાના કિમીયાઓ શરૂ થઈ જાય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...