વિરોધ:ગુજરાત ફલોરો કેમિકલ કંપનીને વીજ પુરવઠો પહોંચાડતી 66 કે.વી લાઇનનો ખેડૂતોનો વિરોધ

ઘોઘંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રણજીતનગરના ખેડૂતોએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
  • વીજ લાઇનથી ઉભા પાકને નુકસાનની ભીતિ : અરજી અાપીને ન્યાયની અરજ

રણજીત નગર સબ સ્ટેશનથી ગુજરાત ફલોરો કેમીકલમાં જતી ૬૬/ કે.વી લાઈન ખેતરોમાંથી લઈ જવાતા રણજીત નગરના ખેડુતોએ વિરોધ દર્શાવ્યો હતો. રણજીતનગરના ખેડૂતો નુ કહેવું છે કે૬૬/કે.વીજ લાઇનથી ગુજરાત ફલોરો કેમીકલ ને વિજ પુરવઠો આપવાની હોવાથી રણજીત નગરના ખેડુતોની જમીનમાંથી ટાવર લાઈન નાખવા માટે ખેડૂતોની અસંમતી હોવા છતા પણ તેમની ટાવર લાઈન લઈ જતા અડચણરૂપ બનતાં 10 જેટલા ખેડુતોએ સહીઓ સાથે લેખીતમાં અરજી મુખ્ય ઈજનેર સબસ્ટેશન ડીવીઝન હાલોલ અને ગોધરા તેમજ ગુજરાત ફલોરો ખાતે આપી પોતાનો વિરોધ નોધાવ્યો હતો.

યુવા ભાજપ મોર્ચા પ્રમુખ અને સામાજિક કાર્યકર મીત્તલ પટેલના કહેવા અનુસાર જેટકોના અધિકારી સર્વેમા આવ્યા હતા. ત્યારે તેમણે અમારા બધા ખેડૂતો ને જણાવ્યું હતું કે તમારા ખેતરમાં ૬૬/ K.U.. થાભલા કે લાઈન જયા જયાથી જશે તેના આજુબાજુ ૬૦ ફુટ જગ્યાએ તમારા લોકો થી કોઈપણ ટયુબ વેલ. બાધકામ કે ખેતી થઈ શકશે નહિ. તેથી તેઅોઅે અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાનુ કહેતાતા| વિજ અધીકારીઅોઅે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જો એમ નહીં થાય તો રણજીત નગરના ખેડૂતોએ કંપનીની સામે જ ભુખ હડતાળની ચીમકી આપી હતી.

ભૂખ હડતાળ પર બેસીશું
10 ખેડુતોના ખેતરમાંથી વીજલાઈન પસાર થવાની હોવાથી અમારા ઉભા પાક ઉપર પણ અસર પડે તેવી છે. અમારા ખેતર પરથી પસાર થતી વિજલાઇન નો અમે વિરોધ કર્યો છેે અમે ભુખ હડતાળ પર બેસીશું. - મીત્તલ પટેલ, ખેડુત

અન્ય સમાચારો પણ છે...