છેડતી:ભૂવાએ વિધિ બહાને મહિલા સાથે અડપલાં કરતાં ફરિયાદ

ઘોઘંબા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા શિક્ષિત દંપતીને લગ્ન થયાના વર્ષોના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેઓએ આધુનિક મેડિકલ સુવિધાના બદલે સંતાન પ્રાપ્તિ માટે બડવા(ભુવા) નો સંપર્ક કરતા બડવો સંતાન પ્રાપ્તિની વિધિના બહાને તેણીના ઘરે આવેલ અને તેના પતિ અને સસરાની હાજરીમાં વિધિનું નાટક કરેલ અને વધુ વિધિ માટે તેણીને એકલી લઈ દૂર ખેતરમાં લઈ ગયો હતો.

અને તેણીના શરીરે અડપલા કરેલ ત્યારે તેણીના પતિ અને સસરા આવી જતા બડવો ગાળો બોલી આ વાત કોઈને નહીં કહેવાની ધમકી આપેલી જે બાબતે રાજગઢ પોલીસ સ્ટેશનમાં આ ભુવા/બડવા એવા શનાભાઈ લલ્લુભાઈ રાઠવા રહે ગમીરપુરા ,તા. ઘોઘંબા જિલ્લો પંચમહાલના વિરૂધમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ઢોંગી ભુવા બડવાને રાજગઢ પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...