આક્રોશ:રાજગઢ રેન્જ ફોરેસ્ટરની બદલી થતા સ્થાનિકોમાં રોષ

ઘોઘંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાકડાચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરતા ભોગ બન્યા

ઘોઘંબા તાલુકામાં મોટો વન વિસ્તાર આવેલો છે. જેમાં સાગ, ખેર, મહુડો જેવા અનામત ઝાડો મોટા પ્રમાણમાં થતા હોય છે. જેને અસામાજીક તત્વો ગેરકાયદે કાપતાં હતા. ગોધરા, હાલોલ, કાલોલ વેજલપુર જેવા સ્થળોએ પહોચાડવા અસામાજીકો દ્વારા વનવિભાગની ઓફિસ બહાર તેમજ ચોક્કસ જગ્યા ઉપર બાતમીદારો ગોઠવી વન વિભાગના અધિકારીઓનુ લોકેશન મેળવી લેતા હોય છે. ગેરકાયદે વૃક્ષો કાપતા લોકોની આ રીતને રાજગઢ રેન્જ ફોરેસ્ટર જયેશ દુમાદિયા જાણી જતાં તેમણે સ્ટાફની ટીમ બનાવી ગેરકાયદે લાકડા વહન કરતાં ટ્રેક્ટર, ટેમ્પા જેવા સાધનો પર વોચ રાખી પકડ્યા હતા.

ગેરકાયદેસર લીલાવૃક્ષોના કટીંગ ઉપર અંકુશ મુકાયો હતો. ફોરેસ્ટરની કડક કામગીરીથી અધિકારી લાકડા માફીયાઓને આંખમાં કણાની જેમ ખુચતા હતા. જંગલને ઘર પરિવાર અને વૃક્ષોને પોતાના સંતાન સમજી તેમની રક્ષા માટે તથા જંગલી જાનવરોના હુમલાના સમયે પણ હમેશા તત્પર રહેનાર અધિકારીને અસમાજીક તત્વોઅે ચેતવણી આપી હતી કે પંદર દિવસમાં તમારી બદલી કરાવી દઈશુ અમારી ઉપર સુધી પહોચ છે તેવી વાતો ઘોઘંબામાં ચર્ચાતી હતી. અને કેટલાક વેપારીઓ તથા રાજકીય નેતાઓના દબાણ હેઠળ તેમની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં અાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...