આયોજન:મહિલાઓ પરના અત્યાચાર ઘટાડવા જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો

ઘોઘંબા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રીંછવાણીમાં 35થી વધુ ગામની મહિલાઓ, ગામના આગેવાનો હાજર રહ્યા
  • મહિલા જાગૃતિ અને સુરક્ષા અંગેના કાયદાની માહીતી આપવામાં આવી

સુરક્ષા સેતુ પંચમહાલ અને આનંદી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રીંછવાણી સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિસ્તારમાં જાગૃતિ આવે અને મહિલા ઉપર થતા અત્યાચારો ઓછા કરવાના આશ્રયથી દામાવાવ પોલિસ મથકના પીએસઆઈ તેમજ આનંદી સંસ્થા દ્વારા મહિલા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચમહાલ ડીવાયએસપી હિમાલા જોશી ખાસ હાજર રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે કુરિવાજો, મહિલા અત્યાચાર અને પ્રેમી પંખીડાના આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. મહિલા અત્યાચારો આપણાં જ સમાજમાંથી કરાય છે. ખાસ કરીને પંચ દ્વારા લોકોને સજા અને દંડ ફાટકારવાની કામગીરી ચાલી રહી છે. મહિલા અત્યાચારની જાણ જો પોલિસને થશે તો સરપંચ સહિત પંચમાં હાજર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરતા પોલિસ ખચકાશે નહિ.

મહિલા હેલ્પ લાઈન 181 તમેજ 1098 હેલ્પલાઇન વિશે મહિલાઓને માહિતી આપી હતી. પીએસઆઈ અલ્પેશ બારીયાએ ધોરણ 12 પછી મજૂરી કામે નહિ પણ આગળ વધી કઈ બની ગામ અને સમાજનું નામ રોશન થાય એવા કાર્ય કરવા સૂચન કર્યા હતા. પોલીસને ડર રાખ્યા વગર જાણ કરવા જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં 35થી વધુ ગામની મહિલાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.