તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાનું ઉત્તમ ઉદાહરણ:ઘોઘંબામાં માતાપિતા ગુમાવનાર ચાર બાળકીની વહારે અમદાવાદની સંસ્થા

ઘોઘંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માતા પિતા ગુમાવનાર 4 બાળકીઓને અમદાવાદની સંસ્થા દ્વારા રાશન કીટ આપવામાં આવી - Divya Bhaskar
માતા પિતા ગુમાવનાર 4 બાળકીઓને અમદાવાદની સંસ્થા દ્વારા રાશન કીટ આપવામાં આવી
  • 3 વર્ષ પહેલાં માતા તથા 2 વર્ષ પહેલાં પિતાનું મોત થયું હતું

ઘોઘંબામાં પાલ્લી રોડ ઓડ ફળીયામાં તૂટેલા ફુટેલા ઘરમાં 3 વર્ષ પહેલા માતા અને 2 વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી દેતા 4 માસૂમ બાળકીઓ તૂટેલા ફુટેલા ઘરમાં લઘરવઘર કપડાં સાથે ભૂખતરસ વેઠી ભગવાન ભરોસે પોતાનું જીવન વિતાવી રહી છે. જેમાં સૌથી મોટી 14 વર્ષની તેજલ શિક્ષણ સાથે ત્રણ વર્ષથી લોકોના ઘરે કચરા, પોતુ વાસીદુ કરી 3 નાની બહેનો જેમાં 12 વર્ષની હેતલ, 10 વર્ષની રાજેશ્વરી અને માત્ર 6 વર્ષની ઈવ્યાને માબાપનો પ્રેમ આપી સાર સંભાળ રાખી પાલન પોષણ કરી રહી છે.

વિચરતા સમુદાય સમર્થન પંચમહાલના કાર્યકર્તા વિનોદભાઈ ચામઠાને મળતા તેઓ તેમના ઘરે જતા માબાપ વગર જીવન જીવતી 4 બાળકીઓને જોઈ દિલ દ્રવી ઉઠતા તેમણે અમદાવાદ ખાતે સંસ્થાના ટ્રસ્ટી મીત્તલબેન પટેલને આ અંગેની જાણકારી આપતા તેમણે તરતજ અનાજની કિટ સહિતની સહાય પહોંચતી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...