તપાસ:જીએફએલ કંપનીના બ્લાસ્ટની તપાસ રેન્જ આઇજીએ બનાવેલી ટીમ કરશે

ઘોઘંબા/ હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા વડોદરા અને સુરત એફએસ એલની ટીમો તપાસ માટે પહોંચી. - Divya Bhaskar
ગોધરા વડોદરા અને સુરત એફએસ એલની ટીમો તપાસ માટે પહોંચી.
  • વિરોધપક્ષના નેતાએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી : આસિ. મેનેજરનો હજુ પત્તો નથી

ગુજરાત ફ્લોરો કેમિકલમાં સર્જાયેલી દુર્ઘટનામાં 7ના મોત સાથે 22 ઈજાગ્રસ્ત થયા હતા. કંપની બાયોફ્લોરો બેન્જીન બનાવે છે. ડિસ્ટિલેશને એક પ્રકિયાનો ભાગ છે. રિઅેક્ટરમાં વધારે પ્રેસર થવાથી ગ્લાસ કોલમ બ્લાસ્ટ થઈ કેમિકલ પ્લાન્ટમા ફેલાતા આગની ઘટના બની હતી.

બનાવના ત્રીજા દિવસે વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ ઈજાગ્રસ્તો સાથે ગોઝારી દુર્ઘટનામા મોતને ભેટેલા જીતપુરાના કામદારોના ઘરે પહોચી પરિવારની વેદના સાંભળી કંપની દ્વારા વધુમા વધુ વળતર મળે સાથે જ્યાં સુધી સારવાર પુરી ન થાય ત્યાં સુધી કંપની સારવારનો ખર્ચ ઉઠાવે કામ પર જવા લાયક ન થાય ત્યાં સુધી પગાર ચાલુ રાખે તેવી સંચાલકો સામે માંગ કરી હતી.

દુર્ઘટનાની તપાસ માટે GPCB સહીત ગોધરા, વડોદરા અને સુરત FSLની ટિમો આવી હતી. જેમાં ટીમના ફિજિકક્ષ અને કેમિસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા કેમિકલ સહીત સેમ્પલો લીધા હતાં. એક મૃતદેહ વણ ઓળખાયેલો છે. જયારે MPP-2 પ્લાન્ટના આસી મનેજરના કોઈ સગળ મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...