અકસ્માત:પાંચપથારા પાસે બસે બાઇકને અડફેટે લેતાં 1નું મોત,1 ગંભીર

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબાના પાંચપથારા પાસે અેસટી બસે બાઇકને અડફેટમાં લઇને બસને ઝાડ સાથે અથડાવી દેતાં 3 મુસાફરોને ઇજાઅો થઇ હતી. જયારે અેકનું મોત નિપજયું હતું.

દે. બારીયાથી હાલોલ જતી અેસટી બસ ઘોઘંબા તાલુકાના પાંચપથારા પાસેથી પસાર થતી હતી. તે દરમ્યાન અેસટી બસના ચાલકે પોતાના કબજાની બસને પુરપાટ હકારતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં સામેથી અાવતી બાઇકને અડફેટમાં લેતાં અેકનુ ઘટનાસ્થળે મોત નિપજયું છે. જયારે અન્ય અેકને ગંભીર ઇજાઅો થઇ હતી. અકસ્માત સર્જીને બસને ઝાડ સાથે અથડાવી દેતાં બસમાં બેસેલા 3 મુસાફરોને પણ ઇજાઅો થઇ હતી. અકસ્માત કરીને બસ ચાલક બસ મુકીને નાસી ગયો હતો. અકસ્માત થતાં અાસપાસના ગ્રામજનો દોડી અાવીને ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડયા હતા. અક્સમાત થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી અાવી હતી. અક્સ્માત મૃત્યુ પામેલ અડાદરાના રાયણીયાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે અકસ્માતની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...