ક્રાઇમ:ઘોઘંબાથી દારૂ સાથે 1 ઝડપાયો

ઘોઘંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોધંબા રાજગઢ પોલીસને મળેલ બાતમી મળી હતી કે ખરોડથી એક બોલેરો ગાડીમા એક વ્યક્તિ ઈગ્લીશ દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો છે. બાતમીના મુજબ રાજગઢ ચોકડી ઉપર વોચ ગોઠવતા બાતમી મુજબની બોલેરો ગાડી ફુલ સ્પીડે પસાર થતી હતી. જેનો પીછો કરી પકડતા તેમાં તપાસ કરતા ઈગ્લીશ બનાવટનો રૂા. 10,320 નો જથ્થો મળી આવ્યો હતો. મુકેશકુમાર વિજયસીહ બારીયાની ધરપકડ કરી રાજગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...