પેશકદમી દુર કરવા માગ...:ઉનામાં દશનામ સમાજની સમાધિની જગ્યા પર કબજો દૂર કરાવા પંચાયતના તલાટીને લેખીત રજૂઆત

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના સામતેર ગામે દશનામ સમાજની સમાધિની જગ્યા શ્યામકુંડ મંદિરની બાજુમાં આવેલી છે. તે સમાધિ સ્થાનની જગ્યામાં 20 જેટલી સમાધી દશનામ સમાજની અને દરબાર સમાજની સમાધિ બે આવેલી છે. તે સમાધિ સ્થાનની જગ્યામાં શ્યામકુંડ મંદિરના પુજારી કાળુપર્વત ગૌસ્વામીએ સમાધિ સ્થાનની જગ્યામાં કબજો કરી પેશકદમી કરેલી છે. અને જે સમાધીની જગ્યાએ જવાનો રસ્તો હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ જગ્યામાં બાપ દાદાની સમાધિના દર્શન કરવા સાફસફાઈ, તેમજ સમાધીની જાળવણી કરવામાં દશનામ સમાજ તેમજ દરબાર સમાજના લોકોને તકલીફ પડી રહી છે. અને ભવિષ્યકાળમાં જો દશાનામ સમાજમાંથી જો કોઇ વ્યક્તિ કૈલાસવાસ (મૃત્યુ) થાય તેને સમાધી આપવા માટેનું સ્થળ ક્યાં અને તેના માટે જવાબદાર કોણ ? તેવા અનેક પ્રશ્નો બાબતે સામતેર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સંજયસિંહ ગોહીલે પંચાયતનાં તલાટીને લેખીત રજુઆત કરી પેશકદમી દુર કરવા માંગણી કરેલી છે

અન્ય સમાચારો પણ છે...