ભાસ્કર ફોલોઅપ:ઊના વિધવા સહાય યોજના કૌભાંડ: ક્લાર્ક, સીટી તલાટીને નાણાં આપ્યાની કબૂલાત

ઊના16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી.આઈ ને તપાસ સોંપાઈ બંન્ને ને તપાસ અર્થે બોલાવાયા

ઉનામાં વિધવા સહાય યોજનામાં કાગળો સાથે છેડા કરી રકમ ખિસ્સામાં નાખનાર 2 શખ્સની પોલીસે અટક કરી હતી જે હાલ રિમાન્ડ પર છે અને પૂછપરછ દરમિયાન 2 સરકારી કર્મીઓના નામ સામે આવ્યાં છે.આ અંગેની મળતી વિગત મુજબ,ઊના મામલતદાર કચેરીમાં વિધવા સહાયની 2.30 લાખની રકમ ઓપરેટરે ખીસ્સામા નાંખી લીધી હોય ધારાસભ્ય વંશની રજૂઆત બાદ મામલતદાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અને અટક બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. જે પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા 12 સપ્ટેમ્બર સુધી રીમાન્ડ મંજૂર કરાયા હતા.

ત્યારે જ ઓપરેટર અને મુખ્ય આરોપી વિનોદ સોલંકીએ પૂછપરછ દરમિયાન મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સીટી તલાટી ભરત ગોહિલને 20 હજાર આપ્યા હોવાનું જણાવ્યું હતું.જ્યારે મહિલા ક્લાર્ક સેજલબેન ઝાલાને પણ કટકે કટકે નાણાં આપ્યા હોવાનું જણાવતા પોલીસે આ બંનેને તપાસ માટે બોલાવ્યા હતા.જ્યારે આ કેસની તપાસ પી.એસ.આઈ સાખટ પાસેથી લઈ ઉના પી.આઈ એમ.યુ મસીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...