ઉનામાં ઘરેલું હિંસાની પરિણીતા ભોગ બની:સાસરીયાએ બાળકને છીનવી લેતાં મહિલા 10 કિ.મી. ચાલીને મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચી

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માનવીનાં જીવનની એક નાની એવી ભુલ કયારેક આગ લગાડતું સંસાર બનાવી મુકે છે. તેનો જીવંત કિસ્સો પોલીસ સમક્ષ આવ્યો અને તેના ઉકેલ માટે પોલીસ યુવતી અને તેનાં સાસરીયાનું મિલન કરાવવા આગળ આવી પણ પોલીસ સામે હદ વટાવી ચૂકેલા સામાવાળા નશાની હાલતમાં યુવતી સાથે અશોભનીય વર્તન કરતાં પોલીસે આખરે લાલ આંખ દેખાડીને જેલ હવાલે કર્યા હતાં.

યુવતીને સાસરીયા દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતો
ઉના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર પર ઉના પોલીસ સ્ટેશનમાં એક કેસ આવ્યો હતો. જેમા મનિષાબેન અને સોનલબેન કાઉન્સેલર દ્વારા યુવતીની માહિતી જાણતા હકિકત જાણવાં મળેલ કે ઘણા સમય પહેલા ઉનાનાં 10 કિ.મી. દુર આવેલ એક ગામની યુવતીને ગામનો જ એક યુવાન ભગાડી લઇ ગયો હતો. બે વર્ષ સુધી તેમની સાથે કોઈપણ રીત રિવાજ કે કોર્ટ દ્વારા લગ્ન કર્યા નહી. આ યુવતી એક દોઢ વર્ષનાં બાળકની માતા બનેલ હતી. ત્યાર બાદ હાલમા પાંચ મહિના પ્રેગ્નેટ છે. યુવતીને તેના સાસરીયા દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતા તેમજ મારકૂટ કરતા અશોભનીય ગાળો અને જબરદસ્તી કરવામાં આવતી હતી.

​​​​​​​​​​​​​​સાસરીયાએ બાળકને છીનવી લીધું
આટલેથી ન આટકતા સાસરીયાએ બાળકને છીનવી લેતાં યુવતી 10 કિ.મી. દૂર પોતાનાં ગામેથી ચાલીને ઉના પોલીસ સ્ટેશનનાં મહિલા સહાયતા કેંદ્ર પર પહોંચી અને પોતાની વ્યથા પોલીસ સમક્ષ જણાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને દુખીયારી યુવતીની હાલત ખરાબ હોવાથી આખો દિવસ સેન્ટર પર રાખેલ તેનાં માટે જમવાની વ્યવસ્થા કરી અને ખર્ચ માટે પૈસા પણ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સામાંપક્ષને બોલાવી વાતચીત કરી હતી પણ સામાપક્ષનાં લોકો દારુની નશામાં પોલીસ સ્ટેશન આવેલ હોવાથી ખરાબ વર્તન કરતા તેમને પોલીસે કાનુની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. યુવતીને ત્યાર બાદ તેમનાં પિતાને ઘરે માકલી આપી હતી.

મહિલાએ નારીસુરક્ષા ગૃહમા જવાનો જણાવ્યું
​​​​​​​
ત્યાર પછી તા.30 ઓગ.નાં રોજ ફરી સવારે યુવતી પોતાના સંતાનને લઇને આવી હતી અને તેમને નારીસુરક્ષા ગૃહમા જવાનો જણાવ્યું હતું. જેથી રાજકોટ નારીસુરક્ષા ગૃહમા મોકલવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે દરમિયાન યુવતી પાસે પહેરવાં કપડાં સહિતની ચીજ વસ્તુઓ ન હોવાથી પોલીસે જોઈતા કપડાં અને ડોક્યુમેન્ટ અપાવી મદદ કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાંથી 181 હેલ્પગાડી બોલાવામાં આવેલ અને 2 દિવસ માટે યુવતી અને તેનાં બાળકને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર પર રાખવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી તેમને રાજકોટ નારી સુરક્ષા ગૃહમા મોકલી અપાશે.

મહિલા સહાયતા કેન્દ્રએ તમામ પ્રકારનો સહયોગ આપ્યો
​​​​​​​
આમ બે દિવસ સુધી મહિલા સહાયતા કેન્દ્રનાં કાઉન્સેલર મનિષાબેન ગોહીલ તેમજ સોનલબેન વનરા દ્વારા યુવતીની મદદરૂપ બની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. યુવતીને ન્યાય મળે અને સલામત જગ્યાએ રહી શકે તેવાં પ્રયાસો કરાવામાં આવેલ હતાં. આ સમગ્ર કામગીરી દરમિયાન ઉના પોલિસ સ્ટેશનનાં પી. આઇ. મસી દ્વારા સતત સંપર્કમાં રહી તમામ પ્રકારનો સહયોગ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

અન્ય સમાચારો પણ છે...