મહિલાનું ઓચિંતા જ મોત:ગીરગઢડામાં નદીએ કપડા ધોવા જતી મહિલાનું રસ્તા પર પડી જવાથી મોત ; પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડાના જાંખીયા ચેક પોસ્ટ નજીક નદી કાંઠે કપડા ધોવા જતી મહિલા અચાનક રસ્તા પર પડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મહિલાના મોતથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.

અચાનક રસ્તા પર પડી જવાથી મહિલાનું મોત
જુના જાંખીયા ગામે રહેતા શાંતુબેન ગીગાભાઈ મકવાણા જેઓ જાંખીયા ચેક પોસ્ટ નજીક મહાણીયાનો આરો વિસ્તારમાં નદી કાંઠે કપડાં ધોવા ગયા હતા. ત્યારે અચાનક વડના વૃક્ષના ઝરણાં પાસે રસ્તા પરજ મહીલાનું પડી જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટના સમયે જાંખીયા રાઉન્ડ ફોરેસ્ટ કર્મી ગંભીરસિંહ ભીમભાઇ ગોહીલ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન મહિલાનો મૃતદેહ જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી
ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ જામનગર ખાતે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં મહિલાનું પડી જવાથી મોત નિપજ્યું હોવાનુ જાંખીયા રાઉન્ડ ફોરેસ્ટ કર્મી ગંભીરસિંહ ભીમભાઇ ગોહીલે ગીરગઢડા પોલીસમાં જાહેર કર્યું છે. જ્યારે આ અંગેની ગીરગઢડા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...