સી.આર.પાટીલના પ્રહાર:ઉનામાં રાહુલનું નામ લીધા વગર કહ્યું- 'એ ગુજરાતમાં પ્રચાર કરવા નહીં આવે તોપણ કોંગ્રેસ હારશે'

ઉના2 મહિનો પહેલા

ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલા રાવણાવાડીમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન તથા રુદ્રાક્ષ સિનેમાના ઉદઘાટન માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. સી.આર. પાટીલે કાર્યક્રમમાં વિરોધીઓ પર તંજ કસ્યો હતો અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર બોલ્યા ,'એ ગુજરાતમાં પ્રચાર કરવા નહીં આવે તોપણ કોંગ્રેસ હારશે'.

સી.આર. પાટીલે મહાસંમેલનમાં આપી હાજરી
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ દ્વારા બનાવેલી રૂદ્રાક્ષ સીનેમા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ અંતર્ગત ઉના આવેલા અને દીવ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. ત્યાંથી કાર મારફતે સંમેલનમાં પહોંચતાં પહેલાં જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને નવાબંદર જિલ્લા પંચાયતનાં સભ્ય ભાજપના નેતા હરી સોલંકીનાં નિવાસ સ્થાને ગયા હતા. ત્યાં ભાજપના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને કાર્યકરોને મળ્યાં હતા અને ટુંકા રોકાણ બાદ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસ પર સી.આર. પાટીલે પ્રહાર કર્યાં
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, 2017માં કોંગ્રેસવાળા એવું કહેતા હતાં કે વિકાસ ગાંડો થયો છે. પરંતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે. પહેલા એવું કહેતા હતાં કે ભાજપ સરકાર રિમોટ કંટ્રોલથી ચાલે છે, પરંતુ આજે સોનિયા ગાંધીનું રિમોટ કંટ્રોલ ભાંગી ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ મેનીફેસટોમાં આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે. કોંગ્રેસનું કામ એવું છે 'કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના'. કોંગ્રેસ મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે, પરંતુ એકપણ જાહેરાતો પુરી થઈ શકતી નથી. કોરોનામાં અમેરીકા પાસે પણ વેકશીન ન હતી. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટુંક સમયમાં રસી શોધી તમામને રસી આપવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હોત તો, હજુ પણ 10 વર્ષ જેટલો સમય રસી શોધવામાં થાત.

ધારાસભ્ય પુંજા વંશને આરામ કરવાની ઉંમર છે-પાટીલ
ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ પર પ્રહાર કરતા પાટિલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી ચૂંટણી જીતતા આવ્યા છે. પણ આ વખતે તેઓને આરામ કરવાની ઉંમર છે છતાં પણ તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. તેમજ તેમના પુત્ર જિલ્લા પંચાયતની ચુંટણી લડ્યા હતા ત્યારે હાર થઈ હતી. તેમજ દ્વારકામાં ડીમોલેશન બાબતે સંબોધન કરતા જણાવાયું હતું કે, ભાજપ સરકાર દ્વારા દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અનેક વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા
આ સંમેલનમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, રાજ્ય પ્રદેશ આગ્રણી હુંબલ પૂર્વ પ્રમુખ ઝવેરી ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામત ચારણીયા, જિલ્લા પ્રમુખ રામીબેન, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન બાંભણીયા, ન.પા. કાઉન્સિલર જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સરપંચ સદસ્ય, સંગઠન હોદેદ્દારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...